(Source: ECI/ABP News/ABP Majha)
Mark Zukerberg: 200 બિલિયન ડોલરની સંપત્તિ સાથે માર્ક ઝકરબર્ગ બન્યા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
Bloomberg's Billionaires Index: માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં 2024માં સૌથી વધુ 71 બિલિયન ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે.
Bloomberg's Billionaires Index: મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms) ના સહ-સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zukerberg)પણ 200 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સૌથી ધનિક અબજોપતિઓની ક્લબમાં સામેલ થઈ ગયા છે. ટેસ્લાના ચીફ એલોન મસ્ક (Elon Musk) અને એમેઝોન(Amazon)ના સ્થાપક જેફ બેઝોસ (Jeff Bezos) આ ક્લબમાં પહેલાથી જ સામેલ છે.
એલોન મસ્ક 268 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ
25 સપ્ટેમ્બર, 2024ના રોજ બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ(Bloomberg's Billionaires Index) દ્વારા બહાર પાડવામાં આવેલા અબજોપતિઓના તાજેતરના ડેટા અનુસાર, એલોન મસ્ક 268 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. જેફ બેઝોસ 216 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. ત્રીજા સ્થાને માર્ક ઝકરબર્ગ છે જેમની પાસે 200 બિલિયન ડોલરની સંપત્તિ છે અને તે પ્રથમ વખત 200 બિલિયન ડોલરની સંપત્તિના ક્લબમાં સામેલ થયો છે. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ 71 બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે જેફ બેઝોસની સંપત્તિમાં 39.3 બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે અને એલોન મસ્કની સંપત્તિમાં 38.9 બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે.
બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 24.2 બિલિય ડોલરનો ઘટાડો થયો
લૂઈસ વીટનના ચેરમેન બર્નાર્ડ આર્નોલ્ટ (Bernard Arnault) 200 બિલિયન ડોલરની સંપત્તિ ક્લબમાં જોડાવાથી થોડાક જ પગલાં દૂર છે. બર્નાર્ડ આર્નોલ્ટ પાસે 183 બિલિયન ડોલરની સંપત્તિ છે. ડેટાબેઝ કંપની ઓરેકલના લેરી એલિસન(Larry Ellison) પણ 200 બિલિયન ડોલર નેટવર્થની ક્લબછી થોડે દૂર છે અને તેમની પાસે 189 બિલિયન ડોલરની સંપત્તિ છે. આ વર્ષે બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં 24.2 બિલિય ડોલરનો ઘટાડો થયો છે, જ્યારે લેરી એલિસનની સંપત્તિમાં 55.6 બિલિયન ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 16.7 અબજ ડોલરનો વધારો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) પાસે 113 બિલિયન ડોલરની સંપત્તિ છે. જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) પાસે 105 બિલિયન ડોલરની સંપત્તિ છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે 16.7 અબજ ડોલર અને ગૌતમ અદાણી (Gautam Adani) ની સંપત્તિમાં 20.9 અબજ ડોલરનો વધારો થયો છે. આ પણ વાંચો: