શોધખોળ કરો
Advertisement
બજેટ 2020: 15 લાખની આવક ધરાવતા વ્યક્તિને ટેક્સમાં હવે કેટલી થશે બચત ? જાણો વિગત
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાના બજેટમાં આવકવેરાના દરોમાં મોટો ફેરફાર કરીને 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે.
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પોતાના બજેટમાં આવકવેરાના દરોમાં મોટો ફેરફાર કરીને 5 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. આ જાહેરાતના કારણે મધ્યમ વર્ગીય લોકો ગેલમાં આવી ગયા કેમ કે તેન કારણે એવી છાપ પડી કે, ઈન્કમટેક્સના દરોમાં ભારે ફેરફાર કરાયો છે.
જો કે આ જાહેરાત છેતરામણી છે કેમ કે જે લોકો નવા ઓછા ઈન્કમટેક્સ દર પસંદ કરશે તેમને અત્યારે મળતી કોઈ પણ રાહત નહીં મળે. અત્યારે હોમ લોન વ્યાજ જર, એનપીએસમાં રોકાણ, અન્ય રોકાણો આવકવેરામાં બાદ મળે છે. જે લોકો નવા કરવેરા પસંદ કરશે તેમને આ પૈકી કોઈ પણ રાહતનો ફાયદો નહીં થાય.
15 લાખની આવકવાળાને કેટલો લાભ ?
નવા સ્લેબ પ્રમાણે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ રપિયા હોય અને તે કોઈ ડિડક્શનનો લાભ ન લેતો તેણે હવે 1,95,000 રૂપિયા જ ટેક્સ ચુકવવો પડશે, પહેલા આ રકમ 2,73,000 જેટલી હશે. જેના કારણે કરદાતાને 78,000 રૂપિયાની બચત થશે.
મધ્યમ વર્ગ અને નોકરિયાતને રાહત નહીં જે લોકો રાહત લેવા માંગતા હોય તેમને જૂના કરવેરા દર પસંદ કરવાનો વિકલ્પ પણ અપાયો છે. સરવાળે મધ્યમ વર્ગ તથા નોકરીયાતોને કોઈ રાહત નહીં મળે. મોદી સરકારે રાહત આપવાના નામે છેતરામણી જાહેરાત કરી છે, તેવી લોકોની લાગણી છે. શેરબજારમાં પણ આ કારણોસર જ 987 પોઈન્ટનો કડાકો બોલી ગયો.A person earning Rs 15 lakh per anum and not availing any deductions will pay Rs 1.95 lakh tax in place of Rs 2.73 lakh now: FM
— Press Trust of India (@PTI_News) February 1, 2020
નવો ટેક્સ સ્લેબ 0 થી 2.5 લાખ- કોઈ ટેક્સ નહીં 2.5 થી 5 લાખ સુધી- 5 ટકા 5 થી 7.50 લાખ સુધી – 10 ટકા 7.50 થી 10 લાખ સુધી- 15 ટકા 10 થી 12.5 લાખ સુધી- 20 ટકા 12.5 લાખથી 15 લાખ સુધી- 25 ટકા 15 લાખ રૂપિયાથી વધારે- 30 ટકાNew income tax rates will be optional, says FM
— Press Trust of India (@PTI_News) February 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement