શોધખોળ કરો

1 July New Rules: આજથી શું થયું સસ્તું ને કઈ વસ્તુનો વધ્યો ભાવ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

1 જુલાઈ એટલે કે આજથી, એક મહત્વપૂર્ણ અને રસપ્રદ ફેરફાર ફૂટવેર સાથે સંબંધિત છે. કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2023થી સમગ્ર દેશમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) લાગુ કરવાની જાહેરાત કરી છે.

1 July New Rules:  આજથી ઘણા નિયમો બદલાયા છે. આ નિયમોમાં ફેરફારથી ગ્રાહકોને મોટા પાયે અસર થશે. આમાંના કેટલાક નિયમોમાં ફેરફાર તમારા ખિસ્સા પર વધારાનો બોજ પણ વધારી શકે છે. તેથી, આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. આજથી થયા આ ફેરફાર

નબળી ગુણવત્તાવાળા ફૂટવેર પર પ્રતિબંધ

એક જુલાઈ એટલે કે આજથી, એક મહત્વપૂર્ણ અને રસપ્રદ ફેરફાર તમારા ફૂટવેર સાથે સંબંધિત છે. કેન્દ્ર સરકારે 1 જુલાઈ, 2023થી સમગ્ર દેશમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમ લાગુ થવાથી દેશમાં નબળી ગુણવત્તાના ફૂટવેરના વેચાણ પર પ્રતિબંધ લાગશે. તમામ ફૂટવેર કંપનીઓએ આ નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. આવી સ્થિતિમાં 1 જુલાઈથી દેશમાં નબળી ગુણવત્તાના ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાગશે.

HDFC બેંક વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની

હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન દીપક પારેખે મંગળવારે જણાવ્યું હતું કે એચડીએફસી બેન્ક સાથે કોર્પોરેશનનું વિલીનીકરણ 1 જુલાઈથી અમલી બનશે. 1 જુલાઈથી HDFC બેન્ક અને HDFC એક થઈ ગયા છે. મર્જર બાદ HDFC બેંક માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની ચોથી સૌથી મોટી બેંક બની છે.  

1 July New Rules: આજથી શું થયું સસ્તું ને કઈ વસ્તુનો વધ્યો ભાવ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

એલપીજીના ભાવમાં ફેરફાર

પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલ-ડીઝલ અને એલપીજીના ભાવની સમીક્ષા કરે છે.  1 જુલાઈ એટલે કે આજે એલપીજી સિલિન્ડરના નવા દર જારી કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, 14.2 કિલોના એલપીજી સિલિન્ડર અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

બેંકો 15 દિવસ બંધ રહેશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલ બેંક રજાઓની યાદી અનુસાર જુલાઈ મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. જોકે, આ રજાઓમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. આમાંની કેટલીક રજાઓ સ્થાનિક તહેવારો અનુસાર મર્યાદિત રાજ્યોમાં જ લાગુ થશે. જો બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલદીથી પૂર્ણ કરો.  

1 July New Rules: આજથી શું થયું સસ્તું ને કઈ વસ્તુનો વધ્યો ભાવ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

જો આધાર-PAN લિંક નહીં થાય તો મુશ્કેલી થશે

જો તમે હજુ સુધી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો 1 જુલાઈથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આધાર PAN લિંક કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 30 જૂન 2023 હતી. આનો અર્થ એ છે કે જો તમે આજે તમારું આધાર PAN લિંક કર્યું નથી, તો આજથી એટલે કે 1 જુલાઈ, 2023 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.   જો સરકાર આધાર અને PAN લિંક કરવાની તારીખ લંબાવશે તો તમને રાહત મળી શકે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget