જિયો, એરટેલને ટક્કર આપવા મોદી સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકારે BSNLના રિવાઇવલ માટે રૂ. 1,6,4 156 કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે
BSNL-BBNL મર્જર: રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર આપવા માટે BSNLને લઇને મોદી સરકારે મોટો નિર્ણય લીધો હતો. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) માં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના રિવાઇવલ માટે રૂ. 1.64 લાખ કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકના નિર્ણયો વિશે જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સરકારે BSNLના રિવાઇવલ માટે રૂ. 1,6,4 156 કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. આ ઉપરાંત, કેબિનેટે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ (BBNL) ના મર્જરને મંજૂરી આપી હતી.
આ મર્જર સાથે BSNL હવે સમગ્ર દેશમાં ફેલાયેલા BBNLના 5.67 લાખ કિમી ઓપ્ટિકલ ફાઈબર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે. સરકાર આગામી ત્રણ વર્ષમાં BSNL માટે રૂ. 23,000 કરોડના બોન્ડ જાહેર કરશે. જ્યારે સરકાર એમટીએનએલ માટે 2 વર્ષમાં 17,500 કરોડ રૂપિયાના બોન્ડ જાહેર કરશે.
"Union Cabinet approves the Rs 1.64 lakh crore revival package for BSNL," says Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/MoxMHuBFv0
— ANI (@ANI) July 27, 2022
1.64 લાખ કરોડનું રિવાઇવલ પેકેજ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, સરકારે BSNLના રિવાઇવલ માટે રૂ. 1,64 લાખ કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે. આ ટેલિકોમ કંપનીને 4Gમાં અપગ્રેડ કરવામાં મદદ કરશે.
BSNL પાસે 6.80 લાખ કિલોમીટરથી વધુ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક છે. જ્યારે BBNL એ દેશની 1.85 લાખ ગ્રામ પંચાયતોમાં 5.67 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર નાખ્યા છે. બીએસએલએન યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (યુએસઓએફ) દ્વારા બીબીએનએલ દ્વારા નાખેલા ફાઇબરનું નિયંત્રણ મેળવશે.
Union Cabinet approves project for saturation of 4G mobile services in all uncovered villages of the country through Universal Service Obligation Fund, at an estimated cost of Rs 26,316 Crores: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/CMtf5fnow5
— ANI (@ANI) July 27, 2022
Cabinet approves revival of BSNL and merger of BBNL and BSNL: Union Minister of Electronics & Information Technology Ashwini Vaishnaw pic.twitter.com/n8vVJfchpL
— ANI (@ANI) July 27, 2022