શોધખોળ કરો

9.1% નું ભારે રિટર્ન કે સરકારી ગેરંટી? બેંક અને કોર્પોરેટ FD માંથી શેમાં રોકાણ કરવું રહેશે બેસ્ટ?

Corporate FD vs Bank FD: કોર્પોરેટ FD વાર્ષિક 9.1% સુધીનું રિટર્ન આપે છે, જે સામાન્ય રીતે બેંક FD કરતાં 1% થી 3% વધુ હોય છે. તેથી વધુ રિટર્ન મેળવવા માટે આ એક આકર્ષક વિકલ્પ છે. જોકે, તેમાં જોખમ પણ ઓછું નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ફિક્સ્ડ ડિપોઝિટ ભારતીયોનું વિશ્વાસપાત્ર રોકાણ, કોર્પોરેટ FD વ્યાજ વધારે.
  • બેંક FD સરકારી સુરક્ષા, કોર્પોરેટ FD વ્યાજ વધુ પણ જોખમ.
  • કોર્પોરેટ FD માં કંપની નિષ્ફળ થતાં નાણાં ગુમાવવાનું જોખમ.
  • સુરક્ષિત રોકાણ માટે AAA/AA રેટિંગવાળી કંપનીઓ જ પસંદ કરો.

FD Investment Alert: ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) લાંબા સમયથી ભારતીયો માટે વિશ્વાસપાત્ર રોકાણ વિકલ્પોમાંથી એક રહી છે, કારણ કે ગેરંટીડ રિટર્નની સાથે તેમાં ટેક્સ બેનિફિટ પણ સામેલ છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાં ડૂબવાનો કોઈ ડર નથી રહેતો કારણ કે તે માર્કેટ સાથે જોડાયેલી નથી. એટલે કે બજારના ઉતાર-ચઢાવથી તેને કોઈ અસર થતી નથી. આ જ કારણ છે કે રોકાણ માટે લોકો બેંક ફિક્સ્ડ ડિપોઝિટને ખૂબ પસંદ કરે છે. પરંતુ તાજેતરના વર્ષોમાં કોર્પોરેટ અથવા કંપની ફિક્સ્ડ ડિપોઝિટ પણ ખૂબ લોકપ્રિય થઈ છે, કારણ કે તેમાં વ્યાજ દર પ્રમાણમાં ઘણો વધારે મળે છે.

બંને વચ્ચે શું તફાવત છે?

બેંક FD થી વિપરીત, કોર્પોરેટ FD ને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs), હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે. તેમાં કંપની રોકાણકારો પાસેથી પૈસા લે છે અને નક્કી કરેલ સમય પછી વ્યાજ સાથે પરત કરે છે. આ માટે કંપની ફોર્મ બહાર પાડે છે, જેને હવે ઓનલાઇન પણ સરળતાથી ભરી શકાય છે. કુલ મળીને કોર્પોરેટ FD અને બેંક FD બંને ફિક્સ્ડ ડિપોઝિટના જ વિકલ્પો છે, માત્ર જોખમ અને રિટર્નનો તફાવત છે.

આ પણ વાંચો...Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

કેવી રીતે કામ કરે છે કોર્પોરેટ FD?

બેંક FD માં તમે બેંકો પાસે પૈસા જમા કરાવો છો અને બેંક તેના બદલે તમને વ્યાજ આપે છે. બિલકુલ તેવી જ રીતે કોર્પોરેટ FD માં તમે એક રીતે મોટી-મોટી કંપનીઓને વ્યાજે ઉધાર આપો છો.

ઘણી મોટી કંપનીઓને પોતાનો બિઝનેસ ચલાવવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી તેઓ સામાન્ય જનતા પાસેથી ઉધાર લે છે અને બદલામાં બેંક કરતાં વધુ રિટર્ન આપે છે. તેમાં તમે નક્કી કરેલા સમય (1, 2 કે 5 વર્ષ) માટે તમારા પૈસા કંપની પાસે જમા કરાવો છો. કંપની તમને એક સર્ટિફિકેટ આપે છે, જેના પર વ્યાજ સહિતની તમામ વિગતો લખેલી હોય છે. મેચ્યોરિટી વખતે તમને તમારી મૂડી વ્યાજ સહિત પાછી મળી જાય છે.

બેંક FD થી કેટલી અલગ છે કોર્પોરેટ FD?

બેંક FD માં સરકાર સુરક્ષાની ગેરંટી આપે છે. જો કોઈ સ્થિતિમાં બેંક ડૂબી પણ જાય, તો સરકાર તમારા ₹5 લાખ સુધીના નાણાંનો વીમો (ગેરંટી) આપે છે. જ્યારે કોર્પોરેટ FD માં કોઈ સરકારી ગેરંટી હોતી નથી. જો કંપની કંગાળ થઈ જાય, તો તમારા પૈસા ફસાઈ પણ શકે છે. બસ આ જ જોખમના બદલામાં કંપનીઓ બેંક FD કરતાં 1% થી 2% વધુ વ્યાજ આપે છે.

બેંક FD વિ, કોર્પોરેટ FD

ફીચર  બેંક FD કોર્પોરેટ FD
વ્યાજ દર સામાન્ય રીતે 6.50% થી 7.80% સુધી 7.90% થી 9.10% સુધી
સુરક્ષાની ગેરંટી RBI ની DICGC સ્કીમ હેઠળ ₹5 લાખ સુધીનો વીમો કોઈ સરકારી ગેરંટી નહીં
લિક્વિડિટી 0.5% થી 1% પેનલ્ટી સાથે ગમે ત્યારે ઉપાડી શકાય છે શરૂઆતના 3 મહિના સુધી લોક-ઈન
મૂલ્યાંકનનો પ્રકાર RBI દ્વારા દેખરેખ રાખવામાં આવે છે રેટિંગ એજન્સીઓના ભરોસે હોય છે

કોર્પોરેટ FD ના 3 મોટા જોખમો:

  • પૂરેપૂરા નાણા ફસાવાનું જોખમ: બેંક ડૂબવાની સ્થિતિમાં સરકાર તમારા ₹5 લાખ સુધી સુરક્ષિત રાખવાની ગેરંટી આપે છે, પરંતુ કોર્પોરેટ FD માં જો કંપની ડૂબે કે દિવાળું ફૂંકે તો તમારા પૂરેપૂરા નાણાં ફસાઈ શકે છે.
  • મોટો લોક-ઈન પીરિયડ: RBI ના નિયમ મુજબ, તમે કોઈ પણ કંપની FD માંથી શરૂઆતના 3 મહિનાની અંદર તમારા પૈસા ઉપાડી શકતા નથી. તેમાં 3 થી 6 મહિનાની અંદર પૈસા ઉપાડવા પર કોઈ વ્યાજ મળતું નથી.
  • રેટિંગ પર આધારિત વ્યાજ: કોર્પોરેટ FD માં 9.10% સુધીનું વ્યાજ માત્ર એ જ કંપનીઓ આપે છે, જેમનું રેટિંગ 'A' અથવા 'AA' હોય છે.

સુરક્ષિત કંપનીની ઓળખ કેવી રીતે કરવી?

CRISIL અથવા ICRA જેવી રેટિંગ એજન્સીઓ કંપનીઓની સુરક્ષા તપાસ્યા પછી સર્ટિફિકેટ આપે છે. તેના આધારે તમે અંદાજ લગાવી શકો છો:

  • AAA: આ સૌથી સુરક્ષિત છે. તેમાં પૈસા ડૂબવાનું જોખમ નહિવત છે.
  • AA અથવા A: આ પણ મોટા અંશે સુરક્ષિત છે, પરંતુ તેમાં થોડું જોખમ રહેલું છે.
  • B અથવા C: આ રેટિંગ વાળી કંપનીઓ ખૂબ જોખમી હોય છે. તેમાં પૈસા ડૂબવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.

Frequently Asked Questions

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ભારતીયો માટે શા માટે લોકપ્રિય રોકાણ વિકલ્પ છે?

FD ગેરંટીડ રિટર્ન અને ટેક્સ બેનિફિટ્સ આપે છે. તેમાં બજારના ઉતાર-ચઢાવનો ડર નથી રહેતો, જેથી રોકાણ સુરક્ષિત ગણાય છે.

બેંક FD અને કોર્પોરેટ FD વચ્ચે મુખ્ય તફાવત શું છે?

બેંક FD બેંકો દ્વારા મેનેજ થાય છે, જ્યારે કોર્પોરેટ FD NBFCs કે અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા. કોર્પોરેટ FD માં બેંક FD કરતાં પ્રમાણમાં વધુ વ્યાજ મળે છે.

કોર્પોરેટ FD માં રોકાણ કરવાના મુખ્ય જોખમો કયા છે?

કોર્પોરેટ FD માં કોઈ સરકારી ગેરંટી નથી. જો કંપની ડૂબે તો તમારા પૈસા ફસાઈ શકે છે. ઉપરાંત, તેમાં શરૂઆતના 3 મહિનાનો લોક-ઇન પીરિયડ હોય છે.

કોર્પોરેટ FD માટે સુરક્ષિત કંપનીને કેવી રીતે ઓળખી શકાય?

CRISIL કે ICRA જેવી રેટિંગ એજન્સીઓના રેટિંગ તપાસો. 'AAA' રેટિંગવાળી કંપનીઓ સૌથી સુરક્ષિત હોય છે, જ્યારે 'AA' કે 'A' પણ મોટા અંશે સુરક્ષિત ગણાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget