Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Credit Cards Update: છેલ્લા દાયકામાં ભારતમાં ડિજીટલ પેમેન્ટમાં ઝડપથી વધારો થયો છે.

Credit Cards Update: દેશમાં ક્રેડિટ કાર્ડની માંગમાં ભારે વધારો થયો છે. બેન્કિંગ ક્ષેત્રના નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ ડિસેમ્બર 2019થી છેલ્લા પાંચ વર્ષમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા બમણીથી વધુ વધીને લગભગ 10.80 કરોડ થઈ ગઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન ડેબિટ કાર્ડની સંખ્યા પ્રમાણમાં સ્થિર રહી છે.
RBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર 2024ના અંતમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ડિસેમ્બર 2019ની સરખામણીમાં બમણીથી વધુ વધીને લગભગ 10.80 કરોડ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2019માં, 5.53 કરોડ ક્રેડિટ કાર્ડ એક્ટિવ હતા તેનાથી વિપરીત ડેબિટ કાર્ડની સંખ્યા પ્રમાણમાં સ્થિર રહી છે, જે ડિસેમ્બર 2019માં 805.3 મિલિયનથી સહેજ વધીને ડિસેમ્બર 2024માં 990.9 મિલિયનથી થોડી વધારે થઈ ગઈ છે.
છેલ્લા દાયકામાં ભારતમાં ડિજીટલ પેમેન્ટમાં ઝડપથી વધારો થયો છે. કેલેન્ડર વર્ષ 2013માં 772 લાખ કરોડ રૂપિયાના 222 કરોડ ડિજિટલ વ્યવહારો થયા હતા અને 2024માં આ સંખ્યા 94 ગણી વધીને 20,787 કરોડ વ્યવહારો અને 3.5 ગણી વધીને 2758 લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે.
ડિસેમ્બર 2024ના પેમેન્ટ સિસ્ટમ્સ રિપોર્ટમાં જણાવાયું છે કે, "છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં ડિજીટલ પેમેન્ટ વ્યવહારો વોલ્યુમની દ્રષ્ટિએ 6.7 ગણા અને મૂલ્યની દ્રષ્ટિએ 1.6 ગણા વધ્યા છે." આ છેલ્લા પાંચ વર્ષમાં ડિજીટલ પેમેન્ટના જથ્થાની દ્રષ્ટિએ 45.9 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 10.2 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે.
RBI એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે તે ઝડપી ચુકવણી પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે UPI ને અન્ય દેશો સાથે જોડીને ક્રોસ બોર્ડર પેમેન્ટ્સને ઝડપી બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. RBI એ જણાવ્યું હતું કે, આની મારફતે ક્રોસ બોર્ડર રેમીટેન્સ પેમેન્ટમાં હાઇ કોસ્ટ, લો સ્પીડ, લિમિટેડ એક્સેસ અને પારદર્શિતાનો અભાવ જેવી સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે. ભારતનું UPI અને સિંગાપોરનું PayNow ફેબ્રુઆરી 2023માં લિંક કરવામાં આવ્યું હતું.
Unified Pension Scheme: શું તમામ સરકારી કર્મચારીઓને મળશે 50 ટકા પેન્શન? યુનિફાઇડ પેન્શન યોજનાને સમજો





















