શોધખોળ કરો
Advertisement
આજથી બદલાઈ ગયા છે ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમો, બંધ થઈ શકે છે તમારું કાર્ડ
નવી ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર નથી રહેતી.
નવી દિલ્હી: જો તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે આજથી એક નિયમ બદલાઈ ગયો છે. 16 માર્ચથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર મળનારી ઑનલાઇન અને કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન સર્વિસ બંધ થઈ જશે. આ સુવિધાને ચાલુ રાખવા માટે જરૂરી છે કે તમે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી આજે જ એકવાર ઑનલાઇન અને કૉન્ટેક્સલેસ ટ્રાન્જેક્શન કરી લો.
15 જાન્યુઆરી 2020ના રોજ એક સ્ટેટમેન્ટમાં રિઝર્વ બેંક (RBI)એ કાર્ડ ઇશ્યૂ કરનારી આ કંપનીને કહ્યું કે, જો કોઈ પણ કાર્ડનો ઉપયોગ લાંબા સમયથી ઑનલાઇન લેવડ-દેવડ માટે નથી કરવામાં આવ્યો તો તેને ફરજિયાતપણે બંધ કરી દેવું જોઈએ.
નવી ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્ઝેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર નથી રહેતી. પૉઇન્ટ ઑફ સેલ (POS) મશીનથી કાર્ડને સ્પર્શ કરવાથી પેમેન્ટ થઈ જાય છે. પિન નાખ્યા વગર 2000 રૂપિયા સુધીનું ટ્રાન્જેક્શન કરી શકાય છે. આ ઉપરાંત પણ આરબીઆઈએ ક્રેડિટ ડેબિટ કાર્ડને લઈને બીજી નિયમ પણ જાહેર કર્યા છે.
નવા નિયમ અનુસાર હવે ડેબિટ-ક્રેડિટ કાર્ડ ઈસ્યુ/રીઈસ્યુ કરતા સમયે તેમણે ફક્ત દેશમાં એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) ટર્મિનલ્સ પર ટ્રાન્ઝેક્શન માટે એક્ટિવ કરે. જો ગ્રાહકને વિદેશમાં ટ્રાન્ઝેક્શન, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનની સેવા જોઈએ તો તેણે આ સુવિધાઓ પોતાના કાર્ડ પર અલગથી લેવી પડશે.
જે લોકો પાસે હાલમાં કાર્ડ છે તે પોતાના જોખમના આધારે નક્કી કરશે કે તેઓ પોતાના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ કાર્ડના ટ્રાન્ઝેક્શનને ડિસેબલ કરવા ઈચ્છે છે કે નહીં. જોકે, એવા કાર્ડ જેમાં હજી સુધી ઓનલાઈન/ઈન્ટરનેશનલ/કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શન થયા નથી તેમાં આ સુવિધાઓ બંધ થઈ જશે. આ સાથે જ બેંકોને કાર્ડને સ્વીચ ઓફ અને સ્વીચ ઓન કરવાની પણ સુવિધા આપવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement