શોધખોળ કરો

હવાઈ મુસાફરોને મોટી રાહત! 48 કલાકની અંદર ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર નહીં લાગે એક્સ્ટ્રા ચાર્જ ?

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હવાઈ મુસાફરોને નોંધપાત્ર રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હવાઈ મુસાફરોને નોંધપાત્ર રાહત આપવાની તૈયારી કરી રહ્યું છે. હવાઈ મુસાફરો ટૂંક સમયમાં બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વગર તેમની ટિકિટ રદ કરી શકશે અથવા તેમાં ફેરફાર કરી શકશે. DGCA એ ટિકિટ રિફંડ નિયમોમાં નોંધપાત્ર ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. વધુમાં, DGCA એ પ્રસ્તાવ મૂક્યો છે કે જ્યારે ટિકિટ ટ્રાવેલ એજન્ટો અને પોર્ટલ દ્વારા ખરીદવામાં આવે ત્યારે રિફંડ માટે એરલાઇન્સ જવાબદાર રહેશે, કારણ કે એજન્ટો તેમના નિયુક્ત પ્રતિનિધિઓ છે.

હવાઈ ટિકિટ રિફંડ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે નવા નિયમો ઘડી શકાય છે

DGCA હવાઈ ટિકિટ રિફંડ સંબંધિત નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ (CAR) માં ફેરફારો પર વિચાર કરી રહ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સે ખાતરી કરવી જોઈએ કે રિફંડ 21 દિવસની અંદર પ્રક્રિયા કરવામાં આવે. પ્રસ્તાવિત ફેરફારો હવાઈ ટિકિટ રિફંડ સંબંધિત ચિંતાઓ અને મુદ્દાઓને પગલે આવ્યા છે.

'Look-in option'  ટિકિટ બુક કર્યા પછી 48 કલાક માટે ઉપલબ્ધ રહેશે

ડ્રાફ્ટ CAR મુજબ, "જો કોઈ મુસાફર એરલાઇનની વેબસાઇટ પરથી સીધી ટિકિટ બુક કરાવે છે, તો બુકિંગના 24 કલાકની અંદર મુસાફર દ્વારા ભૂલની જાણ કરવામાં આવે તો એરલાઇન મુસાફરના નામમાં સુધારો કરવા માટે કોઈ વધારાની ફી વસૂલશે નહીં." DGCA ના પ્રસ્તાવ મુજબ, એરલાઇન ટિકિટ બુક કરાવ્યા પછી 48 કલાક માટે  'Look-in option'   પ્રદાન કરશે. આ સમયગાળા દરમિયાન, મુસાફરો કોઈપણ વધારાની ફી ચૂકવ્યા વિના તેમની ટિકિટ રદ કરી શકે છે અથવા તેમાં ફેરફાર કરી શકે છે, સિવાય કે સુધારેલી ફ્લાઇટના સામાન્ય પ્રવર્તમાન ભાડા માટે, જેના માટે ટિકિટમાં ફેરફાર કરવાનો છે.

30 નવેમ્બર સુધી હિસ્સેદારો પાસેથી  માંગવામાં આવ્યા સૂઝાવ

ડ્રાફ્ટ CAR જણાવે છે કે જો કોઈ મુસાફર બુકિંગના 48 કલાક પછી તેમની ટિકિટ રદ કરે છે, તો આ સુવિધા તેમને ઉપલબ્ધ રહેશે નહીં અને તેમને ફેરફાર માટે નિર્ધારિત રદ કરવાનો ચાર્જ ચૂકવવો પડશે. DGCA એ 30 નવેમ્બર સુધી ડ્રાફ્ટ CAR પર હિસ્સેદારો પાસેથી ટિપ્પણીઓ માંગી છે.  

એરલાઇન્સે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે રિફંડ પ્રક્રિયા 21 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થાય. આ દરખાસ્તો એવા સમયે આવી છે જ્યારે એર ટિકિટ રિફંડ સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓ વધી રહી છે. ડ્રાફ્ટ સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR) અનુસાર, જો કોઈ એરલાઇનની વેબસાઇટ પરથી સીધી ટિકિટ ખરીદવામાં આવે છે અને મુસાફરના નામમાં ભૂલ હોય છે, તો તેઓ કોઈપણ વધારાના શુલ્ક વિના 24 કલાકની અંદર પોતાનું નામ સુધારી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget