Salary Hikes In 2023: કંપનીઓ કર્મચારીઓે આપશે બમ્પર ઇન્ક્રીમેન્ટ, 2023માં સરેરાશ 10.3 ટકા વધી શકે છે પગાર
ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસિસ કંપની એઓન હેવિટ ગ્લોબલ્સે પગાર વધારા અંગેનો તાજેતરનો સર્વે બહાર પાડ્યો છે.
Salary Hikes In 2023: 2023 માં ભારતીય કંપનીઓ તેમના કર્મચારીઓને સારો પગાર વધારો આપવા જઈ રહી છે. આ વર્ષે કંપનીઓ તેમના કર્મચારીઓનો પગાર ડબલ ડિજિટમાં વધારવાની તૈયારી કરી રહી છે અને આ વર્ષે સરેરાશ 10.3 ટકાનો પગાર વધારો થવાની સંભાવના છે.
ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસિસ કંપની એઓન હેવિટ ગ્લોબલ્સે પગાર વધારા અંગેનો તાજેતરનો સર્વે બહાર પાડ્યો છે. સર્વે અનુસાર, 2022માં સરેરાશ પગારમાં 10.6 ટકાનો વધારો થયો હતો. આર્થિક અસ્થિરતા છતાં કંપનીઓ 2023માં પગારમાં 10.3 ટકાનો વધારો કરવા જઈ રહી છે.
કંપનીએ 40 ઉદ્યોગોમાં 1400 કંપનીઓનો સર્વે કર્યો છે. જેમાંથી 46 ટકા કંપનીઓ 2023માં બે આંકડામાં પગાર વધારવાની તૈયારી કરી રહી છે. ગયા વર્ષે પગારમાં 10.6 ટકાનો વધારો થયો હતો. 2020 અને 2021ની કોરોના મહામારીને કારણે કંપનીઓએ ઇન્ક્રીમેન્ટ નથી આપ્યું. જે બાદ 2022માં એક પગાર વધારો આપવામાં આવ્યો હતો.
સર્વે અનુસાર, ટેક્નોલોજી પ્લેટફોર્મ અને પ્રોડક્ટ્સ સાથે જોડાયેલી કંપનીઓ પણ 2023 સુધીમાં પગાર વધારવાની તૈયારી કરી રહી છે અને આ ઉદ્યોગ સરેરાશ પગારમાં 10.9 ટકાનો વધારો કરશે. જોકે આ સર્વે ત્યારે થયો છે જ્યારે તાજેતરમાં જ વિપ્રોએ ફ્રેશર્સને આપવામાં આવતી સેલેરી ઓફરમાં ઘટાડો કર્યો છે. વાર્ષિક ઓફર 6.5 લાખ રૂપિયાથી ઘટાડીને 3.5 લાખ રૂપિયા કરવામાં આવી છે.
અગાઉ, કોર્ન ફેરીએ પણ તેના સર્વેમાં કહ્યું હતું કે 2022 માં જ્યાં પગારમાં સરેરાશ 9.2 ટકાનો વધારો થયો હતો પરંતુ 2023 માં તે 9.8 ટકા વધવાની અપેક્ષા છે અને જેઓ વધુ પ્રતિભાશાળી છે તેમના પગારમાં પણ વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે.
સર્વે અનુસાર, કંપનીઓનું ધ્યાન એ વાત પર છે કે વધુ પ્રતિભાશાળી લોકો કંપનીઓ છોડીને બીજે ક્યાંય ન જાય. આ માટે કંપનીઓ વિવિધ પ્રકારના ટેલેન્ટ મેનેજમેન્ટ સ્ટેપ્સ અને ઔપચારિક રીટેન્શન અને ઉચ્ચ પગાર આપીને ઉચ્ચ પ્રદર્શન કરતા કર્મચારીઓને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ સર્વે 818 કંપનીઓમાં કરવામાં આવ્યો હતો જેમાં માનવામાં આવતું હતું કે 2023માં સરેરાશ પગારમાં 9.8 ટકાનો વધારો થઈ શકે છે.
Investors Wealth Loss: અદાણી ગ્રુપ સામે હિંડનબર્ગની રિપોર્ટની અસર, એક મહિનામાં રોકાણકારોને થયું 20 લાખ કરોડનું નુકસાન
Investors Wealth Loss: ગુરુવારના સત્રમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અને આ સતત પાંચમું ટ્રેડિંગ સેશન છે જ્યારે ભારતીય બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ભારતીય શેરબજારના રોકાણકારોના રૂ. 7.50 લાખ કરોડનું નુકસાન થયું છે. અને જ્યારથી અદાણી જૂથ વિરુદ્ધ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો છે, ત્યારથી ભારતીય બજારના રોકાણકારોને 20 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
રોકાણકારોનું મનોબળ તૂટી ગયું
છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં બીએસઈ સેન્સેક્સે પહેલા 61000 અને પછી 60000ની સપાટી તોડી હતી. આ પાંચ સેશનમાં સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઘટાડો થયો છે. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો આ ઈન્ડેક્સ 5 સેશનમાં 433 પોઈન્ટ તૂટ્યો છે. અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડાથી રોકાણકારોનું મનોબળ તૂટી ગયું છે. આની એવી અસર થઈ છે કે સ્થાનિક અને વિદેશી રોકાણકારો હાલ બજારથી દૂર રહી રહ્યા છે, જેના કારણે બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે