Economic Survey: સંસદમાં રજૂ થયો આર્થિક સર્વે, નાણાકીય વર્ષ 2022-23માં GDP 8-8.5 ટકા રહેવાનો અંદાજ
કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવાના એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો છે.
Economic Survey: આજે સંસદનું બજેટ સત્ર શરૂ થયું છે અને તેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે થઈ છે. રાષ્ટ્રપતિના સંબોધન બાદ લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વે એ વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર પર સરકારના કામની અસરનું એક પ્રકારનું રિપોર્ટ કાર્ડ છે.
નાણામંત્રીએ આર્થિક સર્વે રજૂ કર્યો
કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરવાના એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આર્થિક સર્વે રજૂ કર્યો છે. આજે બપોરે 3:45 વાગ્યે, મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન એક પત્રકાર પરિષદને સંબોધશે જેમાં આર્થિક સર્વેના મુખ્ય મુદ્દાઓની વિગતો શેર કરવામાં આવશે. આવતીકાલે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ 2022-23નું બજેટ રજૂ કરશે.
નાણાકીય વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ અંદાજ શું છે
નાણાકીય વર્ષ 2021-22માં દેશની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. આ આરબીઆઈના 9.5 ટકાના અંદાજ કરતાં થોડું ઓછું છે. આ સિવાય નાણાકીય વર્ષ 2022-23 માટે દેશની અર્થવ્યવસ્થા 8-8.5 ટકાના દરે GDP વૃદ્ધિ હાંસલ કરવાનો અંદાજ છે.
Finance Minister Nirmala Sitharaman tables the Economic Survey 2021-22 along with Statistical Appendix in the Lok Sabha.#BudgetSession2022 pic.twitter.com/9p2nos5bRz
— ANI (@ANI) January 31, 2022
કૃષિ, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો માટે વૃદ્ધિની આગાહી
નાણાકીય વર્ષ 2021-22માં કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ 3.9 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય ઔદ્યોગિક ક્ષેત્રમાં 11.8 ટકા વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, સેવા ક્ષેત્રની વૃદ્ધિ 8.2 ટકા રહેવાનો અંદાજ છે.
આર્થિક સર્વે શું છે
ચાલુ નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાનું પ્રદર્શન કેવું રહ્યું છે, તેનો સંપૂર્ણ અહેવાલ એક રીતે આર્થિક સર્વેમાં છે. આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષમાં સરકારની આર્થિક વૃદ્ધિ દર માટેની વ્યૂહરચના અંગેનો સંપૂર્ણ રોડમેપ પણ છે. અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાં પ્રદર્શન કેવું રહ્યું છે અને તે કેવી રીતે આગળ રહેવાની અપેક્ષા છે, તે પણ આર્થિક સર્વેમાં જ કહેવામાં આવ્યું છે.