Twitter ખરીદતા જ એક્શનમાં ઇલોન મસ્ક, સીઈઓ પરાગ અગ્રવાલ અને પોલિસી ચીફની કરી હકાલપટ્ટી
યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઈઓ પરાગ અગ્રવાલની સાથે પોલિસી ચીફ વિજયા ગડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા છે.
Twitter: ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બની ગયા છે. ઇલોન મસ્કે તેમના ટ્વિટર બાયોમાં પ્લેટફોર્મના વડા હોવાનો ઉલ્લેખ કર્યો છે. દરમિયાન, હવે એવા સમાચાર છે કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઈઓ પરાગ અગ્રવાલની સાથે પોલિસી ચીફ વિજયા ગડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરાગ સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં CFO નેડ સેગલ પણ સામેલ છે. વાસ્તવમાં, 13 એપ્રિલના રોજ, ઇલોન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે આ પ્લેટફોર્મ $54.2 પ્રતિ શેરના દરે $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી.
જો કે, તે દરમિયાન તેની ડીલ અટકાવી દેવામાં આવી હતી. જે પછી એલોન મસ્કે 8 જુલાઈએ ડીલ ખતમ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ આ મહિનાની શરૂઆતમાં તેણે ડીલ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. ઇલોન મસ્ક ગુરુવારે ટ્વિટરની ઓફિસમાં દેખાયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
Twitter CEO Parag Agrawal and chief financial officer Ned Segal ‘have left the company’s San Francisco headquarters and will not be returning’, reports US media
— ANI (@ANI) October 28, 2022
તે જ સમયે, યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ સહિત લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે, જે સમયે ઈલોન મસ્કની ટ્વિટર સાથે ડીલ પૂર્ણ થઈ રહી હતી, તે દરમિયાન પરાગ અગ્રવાલ અને નેડ સેગલ ઓફિસમાં હતા, ત્યારબાદ તેમને ઓફિસની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલોન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર માટે ડીલને અંતિમ સ્વરૂપ આપવાના એક દિવસ પહેલા ગુરુવારે (27 ઓક્ટોબર) એક લાંબુ નિવેદન બહાર પાડ્યું હતું. મસ્કે પોતાના નિવેદનમાં આ ડીલ પાછળના હેતુનો ખુલાસો કર્યો છે. આ સિવાય મસ્કે આ પ્લેટફોર્મ પર જાહેરાતો વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
Dear Twitter Advertisers pic.twitter.com/GMwHmInPAS
— Elon Musk (@elonmusk) October 27, 2022