શોધખોળ કરો

EPFO: હવે PF બેલેન્સ ચેક કરવા માટે UMANG એપની નથી જરૂર, DigiLocker પર મળશે તમામ ડિટેઈલ્સ

અત્યાર સુધી તમારે PF પાસબુક જોવા માટે UMANG એપ પર જવું પડતું હતું. આ ઉપરાંત UAN કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) અને સ્કીમ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો પણ ડિજિટલી એક્સેસ કરી શકાય છે.

EPFO on DigiLocker: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ હવે DigiLocker એપ પર તેની સેવાઓ ઉપલબ્ધ કરાવી છે. આના કારણે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા સબ્સ્ક્રાઇબર્સ ગમે ત્યાંથી PF બેલેન્સ અને પાસબુક ચેક કરી શકે છે. આ ઉપરાંત UAN કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) અને સ્કીમ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો પણ ડિજિટલી એક્સેસ કરી શકાય છે.

હવે UMANG એપની જરૂર રહેશે નહીં

અત્યાર સુધી તમારે PF પાસબુક જોવા માટે UMANG એપ પર જવું પડતું હતું પરંતુ EPFO એ 17 જૂલાઈના રોજ X પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે હવે તમે DigiLocker દ્વારા સીધી બધી માહિતી મેળવી શકશો. જો કે iOS યુઝર્સ હજુ પણ UMANG એપનો ઉપયોગ કરવો પડશે. 16 જૂલાઈના રોજ બીજું અપડેટ આપતા EPFOએ કહ્યું હતું કે હવે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) નું વેરિફિકેશન UMANG એપમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ કરી શકાય છે. આ પ્રક્રિયા સરળ, સલામત અને સંપૂર્ણપણે ડિજિટલ છે.

UAN એક્ટિવેશન શા માટે જરૂરી છે?

UAN એક્ટિવેશન ફક્ત EPFO સેવાઓ માટે જ જરૂરી નથી, પરંતુ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાનો લાભ લેવા માટે પણ ફરજિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ આ યોજના હેઠળ સરકાર ચાર કરોડ યુવાનોને રોજગાર અને કૌશલ્ય તાલીમ આપવાનું લક્ષ્ય રાખે છે. આ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવ્યું છે.

EPFO એ તેના સબ્સ્ક્રાઇબર્સને તેમના UAN એક્ટિવેટ કરવા અને આધારને બેન્ક ખાતા સાથે લિંક કરવા કહ્યું છે જેથી બધી સેવાઓ અને યોજનાઓ ડિજિટલ રીતે મેળવી શકાય. જો UAN એક્ટિવેટ ન હોય તો તમે EPFO  ઘણી મહત્વપૂર્ણ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.

UMANG એપ દ્વારા UAN એક્ટિવેશન

તમારા મોબાઇલ પર UMANG એપ ઇન્સ્ટોલ કરો અને તેને ઓપન કરો.

'EPFO' સર્વિસ સેક્શન પર જાવ.

'UAN એક્ટિવેશન' ના વિકલ્પ પર ક્લિક કરો.

તમારો UAN નંબર, નામ, જન્મ તારીખ અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.

'Get OTP' પર ક્લિક કરો અને OTP દાખલ કરો.

હવે 'ફેસ ઓથેન્ટિકેશન' નો વિકલ્પ પસંદ કરો.

એપ પરનો કેમેરા ચાલુ થશે અને તમારો ચહેરો સ્ક્રીન પર સ્કેન થશે.

વેરિફિકેશન બાદ તમારો UAN એક્ટિવેટ થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget