શોધખોળ કરો

Fact Check: શું મોદી સરકાર વિદ્યાર્થીઓને ફ્રી આપી રહી છે લેપટોપ ? જાણો વાયરલ દાવાની હકીકત

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, વર્ષ 2023 માં, ભારત સરકાર મફત લેપટોપ વિતરણ યોજના લઈને આવી છે.

PIB Fact Check: ભારત સરકાર અને રાજ્ય સરકાર દેશમાં રહેતા દરેક વર્ગ માટે અનેક યોજનાઓ લઈને આવતી રહે છે. આ યોજનાઓનો હેતુ તમામ પ્રકારના લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક નોટિસ ઝડપથી વાયરલ થઈ રહી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે, વર્ષ 2023 માં, ભારત સરકાર મફત લેપટોપ વિતરણ યોજના લઈને આવી છે. હવે આ વાયરલ દાવાની સત્યતા શું છે, અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપીશું.

સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ફરતી થઈ છે. જે 20 ફેબ્રુઆરી 2023ના રોજ રાજધાની દિલ્હીથી જારી કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલી આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારે પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ સ્કીમ 2023-24 શરૂ કરી છે. આ હેઠળ, ભારતના તમામ રાજ્યોના વિશેષ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજનાની વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે. તેમાં વેબસાઇટની લિંક પણ આપવામાં આવી છે જે www.pmflsgovt.in છે. નોટિસ હેઠળ ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગની સીલ પણ ચોંટેલી છે.

જાણો વાયરલ દાવાની સત્યતા

PIB દ્વારા આ વાયરલ પોસ્ટની હકીકત તપાસવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. PIB ફેક્ટ ચેકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નોટિસનો ફોટો શેર કર્યો છે.

ઉપરાંત, આ ટ્વિટના કેપ્શનમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા પર એક નોટિસ ફરતી થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023 હેઠળ યુવાનોને મફત લેપટોપ આપી રહી છે. આ નોટિસ નકલી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget