શોધખોળ કરો
હવે ઓનલાઇન શાકભાજી વેચશે ફ્લિપકાર્ટ, પાયલટ પ્રોજેક્ટ શરૂ
નોંધનીય છે કે અમેરિકન કંપની વોલમાર્ટ ફ્લિપકાર્ટ ખરીદી ચૂકી છે.
નવી દિલ્હીઃ ભારતીય ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે ભારતમાં શાકભાજી વેચવાની તૈયારીમાં છે. કંપનીએ વેજીટેબલની હોમ ડિલિવરી માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ હેઠળ કંપની ફ્રેશ ફૂટ્સ અને શાકભાજી વેચશે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, ફ્લિપકાર્ટ વેજીટેબલ ડિલિવરી માટે કંપની પોતાના માર્કેટ પ્લેસ પર વેન્ડર્સ સાથે પાર્ટનરશીપ કરશે. કંપની આ પાયલટ પ્રોજેક્ટ હૈદરાબાદમાં શરૂ કરશે. નોંધનીય છે કે અમેરિકન કંપની વોલમાર્ટ ફ્લિપકાર્ટ ખરીદી ચૂકી છે.
ફ્લિપકાર્ટના ઓફિશિયલને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાયસન્સની એપ્લિકેશન પ્રોસેસમાં છે. કંપનીએ તાજેતરમાં જ વેકૂલ ફ્રૂડ એન્ડ પ્રોડક્ટ્સ સાથે પાર્ટનરશીપ કરી છે. એમ પણ કહેવામાં આવ્યુ છે કે કંપની ફ્રેશ ફૂટ્સ અને વેજીટેબલ સ્પેસમાં સપ્લાય ચેઇન અને રેગ્યુલેટરી કમ્પ્લાઇન્સમાં જટિલતાના કારણે આ સેગમેન્ટમાં અત્યાર સુધી આવી નહોતી.
નોંધનીય છે કે Amazon ભારતમાં પસંદગીના સ્થળો પર Amazon Fresh સર્વિસ હેઠળ ફ્રેશ ફૂટ્સ અને વેજીટેબલ્સ ડિલિવર કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement