શોધખોળ કરો
Advertisement
Zomatoએ ભારતમાં ઉબેર ઈટ્સનો કારોબાર હસ્તગત કર્યો
ડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato)એ ઉબેર ઈટ્સ (Uber Eats)નો ભારત સ્થિત કારોબાર હસ્તગત કર્યો છે.
મુંબઈ: ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato)એ ઉબેર ઈટ્સ (Uber Eats)નો ભારત સ્થિત કારોબાર હસ્તગત કર્યો છે. કંપનીએ મંગળવારે જણાવ્યું કે આ ડિલ સંપૂર્ણ રીતે શેર પર આધારિત છે. સ્ટોક ડીલ અંતર્ગત ઉબેરને ઝોમેટોમાં 9.99 ટકા ભાગ મળશે. સૂત્રોની જાણકારી મુજબ આ કરારથી ઝોમેટોની બજારમાં ભાગીદારી 55 ટકા થઈ જશે.
ઝોમેટોની વેલ્યુએશનની દ્રષ્ટિએ ગણતરી કરવામાં આવે તો તેના સ્ટોક ડીલનું મૂલ્ય લગભગ રૂપિયા 2,500 કરોડ થાય છે. ઉબેર તેની એપ પર રેસ્ટોરન્ટ પાર્ટનર, ડિલીવરી પાર્ટનર અને ગ્રાહકોને ઝોમેટોના પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દેશે. કંપનીએ મંગળવારે આ અંગે જાણકારી આપી હતી. ઉબેરે ખોટને લીધે ફૂડ ડિલીવરી કારોબારનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો છે. ઝોમેટો અને સ્વિગી સાથે કોમ્પિટીશનને લીધે ઉબેર ઈટ્સને નુકસાન થઈ રહ્યું હતું. કંપનીએ છેલ્લા 5 મહિનામાં 2,197 કરોડની ખોટ નોંધાવી છે. ઉબેરે ભારતમાં વર્ષ 2017માં ફૂડ ડિલીવરી કારોબારની શરૂઆત કરી હતી. તેના પ્લેટફોર્મ પર 41 શહેરોની 26,000 રેસ્ટોરન્ટ નોંધાયેલી છે. બીજીબાજુ ઝોમેટોની રેસ્ટોરન્ટ ડિસ્કવરી અને ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ પર 24 દેશની 15 લાખ રેસ્ટોરન્ટ અંગે માહિતી ઉપલબ્ધ છે. કંપની દર મહિને આશરે 7 કરોડ યુઝરને સર્વિસ પૂરી પાડે છે. ઝોમેટોના મુખ્ય કાર્યકારી અધિકરી સીઈઓ દીપિંદર ગોયલે કહ્યું, અમને ભારતના 500 કરતા વધારે શહેરોમાં ઓનલાઈન ખાવાની ડિલિવરી કરનારા વ્યવસાય બનાવવા પર ગર્વ છે. આ કરારા બાદ અમારી સ્થિતિ મજબૂત થશે. ઉબેર ઈટ્સના 41 શહેરોમાં 26 હજાર રેસ્ટોરન્ટ છે. તેમણે ભારતમાં 2017માં શરૂઆત કરી હતી. ઉબેર ઈટ્સ એપ ચલાવતા ગ્રાહકોને એક સંદેશ જોવા મળી રહ્યો છે જેમાં લખ્યું છે કે તેઓ ભારતની બહાર ઉબેર ઈટ્સનો ઉપયોગ કરી શકશે.It’s a big day for us and an even bigger one for Uber Eats India – all of us at Zomato want to thank everyone who has contributed to making Uber Eats India what it is today and especially you, the foodies. We look forward to this new beginning and exciting times, together 🙌 https://t.co/6wQqKTER2L
— Zomato India (@ZomatoIN) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement