શોધખોળ કરો
Advertisement
EDએ ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહની ધરપકડ કરી
હજારો કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી રૈનબૈક્સી અને ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને રેલિગેર લિમિટેડના પૂર્વ સીએમડી સુનીલ ગોધવાનીને આજે ઈડીએ ધરપકડ કરી છે.
નવી દિલ્હી: હજારો કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી રૈનબૈક્સી અને ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને રેલિગેર લિમિટેડના પૂર્વ સીએમડી સુનીલ ગોધવાનીને આજે ઈડીએ ધરપકડ કરી છે. આ બંને હાલના સમયે તિહાડ જેલમાં બંધ છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ઓક્ટોબર મહીનામાં બંનેની ધરપકડ કરી હતી.
રેલિગેર કૌભાંડ મામલામાં આરોપ છે કે બેંક પાસેથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી અને આ લોનને અવૈધ રીતે બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. આરોપ છે કે જે કામ માટે લોન લેવામાં આવી તે કામને નથી કરવામાં આવ્યું. આ મામલે ફરિયાદ પહેલા દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાને કરવામાં આવી હતી. તપાસ બાદ આર્થિક અપરાધ શાખાએ આ મામલામાં ઘણા લોકોની ધરપકડ કરી હતી.
મલવિંદર અને ગોધવાણી રેલિગેર ફિનવેસ્ટ કેસમાં અગાઉથી જ તિહાડ જેલમાં છે, જ્યાં ઈડીએ તેમની ધરપકડ કરી હતી. અગાઉ ઓક્ટોબરમાં દિલ્હી પોલીસી આર્થિક બાબતની શાખાએ બન્નેની ધરપકડ કરી હતી. હવે ઈડીએ તેને મેજીસ્ટ્રેટની સમક્ષ રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ માંગશે. રૂપિયા 2397 કરોડની ગેરરીતિમાં ઈડી મની લોન્ડ્રીંગની તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement