શોધખોળ કરો

Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

Free Aadhaar Update: આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. જો તમે હજી સુધી તમારું આધાર અપડેટ કર્યું નથી તો ફટાફટ કરી લો

Free Aadhaar Update: આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. જો તમે હજી સુધી તમારું આધાર અપડેટ કર્યું નથી તો ફટાફટ કરી લો. કારણ કે અત્યારે આ કામ બિલકુલ ફ્રી (Free Aadhaar Update) કરવામાં આવી રહ્યું છે અને તમારી પાસે આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરવા માટે માત્ર બે દિવસ બાકી છે. નોંધનીય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા અથવા UIDAIએ મફત આધાર અપડેટની સમયમર્યાદા વધારીને 14 ડિસેમ્બર 2024 કરી દીધી છે, જે ખૂબ જ નજીક છે.

ડેડલાઇન લંબાવવાની શક્યતા ઓછી છે

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા 10 વર્ષથી વધુ સમય પહેલા કરવામાં આવેલા આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સુવિધા માટેની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં તે આગળ વધે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે. આથી તમારે છેલ્લી તારીખની રાહ જોયા વિના તરત જ આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. પહેલા તેને 14 માર્ચથી 14 જૂન 2024 સુધી લંબાવવામાં આવી હતી અને પછી આ છેલ્લી તારીખ ફરી એકવાર વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આ પછી વધુ એક વધારામાં આધાર કાર્ડ યુઝર્સને આ કામ ત્રણ મહિના માટે એટલે કે 14 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે મફતમાં કરાવવાની સુવિધા આપવામાં આવી છે.

આ રીતે ઓનલાઈન અપડેટ કરો

વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ ઇન કરો.

હવે હોમપેજ પર દેખાતા માય આધાર પોર્ટલ પર જાઓ.

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP નો ઉપયોગ કરીને અહીં લોગિન કરો.

હવે તમારી વિગતો તપાસો અને જો તે સાચી છે તો પછી સહી વાળા બોક્સ પર ટિક કરો.

જો ડેમોગ્રાફીક જાણકારી ખોટી જણાય તો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો.

પછી દસ્તાવેજ અપલોડ કરો. આ દસ્તાવેજ JPEG, PNG અને PDF સ્વરૂપે અપલોડ કરી શકાય છે.

આ અપડેટ્સ માટે કેન્દ્રમાં જવું પડશે

મફત આધાર અપડેટ કરવાની સુવિધા માત્ર ઓનલાઈન ઉપલબ્ધ છે. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના અપડેટ માટે તમારે આધાર કેન્દ્ર પર જઈને નિર્ધારિત ફી ચૂકવવી પડશે. દરમિયાન, ધ્યાનમાં રાખો કે કેટલાક અપડેટ્સ છે જે ઓનલાઈન નહીં પણ કેન્દ્રની મુલાકાત લઈને કરવા પડશે. આમાં, જો તમે આઇરિસ અથવા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માંગો છો. પછી આ માટે તમારે આધાર સેન્ટર જવું પડશે.

ડેડલાઇન ખત્મ થવા પર ચાર્જ વસૂલવામાં આવશે

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની આ નિશ્ચિત સમયમર્યાદા પછી તમારે આ મહત્વપૂર્ણ કામ કરવા માટે UIDAI દ્વારા નક્કી કરાયેલ ચાર્જ ચૂકવવો પડશે, જે 50 રૂપિયા છે. ખાસ વાત એ છે કે UIDAI દ્વારા આપવામાં આવતી આધાર કાર્ડ અપડેટ કરવાની આ ફ્રી સર્વિસ માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે.

Fake News Alert: શું બે બેન્ક એકાઉન્ટ છે તો આપવો પડશે દંડ? જાણો વાયરલ મેસેજ પાછળનું સત્ય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં અહીં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Oscars 2026: ઓસ્કારની રેસમાંથી બહાર 'હોમબાઉન્ડ', જુઓ નોમિનેશન લિસ્ટ, ‘સિનર્સ’ સહિત આ ફિલ્મોનો દબદબો
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
Gujarat Weather: ભરશિયાળે રાજ્યમાં માવઠાનું  અનુમાન, હવામાન વિભાગે 3 જિલ્લામાં કરી વરસાદની આગાહી
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, જાણો કઈ ટીમ લેશે તેનું સ્થાન?
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
તેજસ્વી યાદવની સુરક્ષામાં અચાનક ઘટાડો, બિહારના આ બે નેતાઓને મળી Z સિક્યોરિટી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! હવામાન વિભાગની કોલ્ડવેવને લઈ મોટી આગાહી 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Canara Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹39,750 ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: દેશના આ રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાનનું લેટેસ્ટ એલર્ટ 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીમાં એક ઝાટકે 15,000 નો કડાકો, સોનું પણ થયું સસ્તું, જાણી લો લેટેસ્ટ કિંમત 
Embed widget