Nykaa: નાયકાએ બોનસ શેર માટે બદલી રેકોર્ડ તારીખ, 1નાં બદલે રોકાણકારોને મળશે 5 શેર
Nykaa Stock Price: શુક્રવારે BSE પર Nykaaનો શેર રૂ. 994.80 પર બંધ થયો હતો. નાયકા બોર્ડે બોનસ શેર ઇશ્યૂ કરવાની રેકોર્ડ તારીખ તરીકે 11 નવેમ્બર નક્કી કરી હતી.
Nykaa Bonus Shares : બ્યુટી એન્ડ વેલનેસ કંપની Nykaa તેના રોકાણકારોને એક શાનદાર ભેટ આપવા જઈ રહી છે. Nykaa 5:1 ના રેશિયોમાં બોનસ શેર આપશે. આનો અર્થ એ છે કે Nykaa ના રોકાણકારને દરેક 1 શેર માટે 5 બોનસ શેર મળશે. તમને જણાવી દઈએ કે Nykaa ની કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડે બોનસ શેર ઈશ્યુ કરવા માટે તેની રેકોર્ડ તારીખમાં સુધારો કર્યો છે.
રેકોર્ડ તારીખમાં થયો બદલાવ
Nykaa બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બોનસ શેર્સની રેકોર્ડ તારીખમાં ફેરફાર કર્યો છે. બોનસ શેરની રેકોર્ડ તારીખ અગાઉ 3 નવેમ્બર 2022 હતી, જેને કંપની દ્વારા સુધારીને 11 નવેમ્બર 2022 કરવામાં આવી છે. શુક્રવારે BSE પર Nykaaનો શેર રૂ. 994.80 પર બંધ થયો હતો. નાયકા બોર્ડે બોનસ શેર ઇશ્યૂ કરવાની રેકોર્ડ તારીખ તરીકે 11 નવેમ્બર નક્કી કરી હતી. મતલબ કે આ સ્ટોક 1 દિવસ પહેલા એટલે કે 10 નવેમ્બરથી એક્સ-બોનસ તરીકે ટ્રેડ થઈ શકે છે.
રેકોર્ડ ઘટાડો ચાલુ છે
Nykaa એ આવા સમયે બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. જ્યારે તેના શેરમાં રેકોર્ડ ઘટાડો જોવા મળી રહ્યો છે. Nykaaનો શેર 28 ઓક્ટોબરે ઘટીને રૂ. 975.00ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. ઉપરાંત લિસ્ટિંગ બાદ પ્રથમ વખત નાયકાના શેરની કિંમત રૂ. 1,000થી નીચે આવી ગઈ હતી.
રેકોર્ડ અને એક્સ બોનસ ડેટ
રેકોર્ડ ડેટ એ તારીખ છે કે જેના પર કંપની બોનસ શેર મેળવવા માટે પાત્રતા ધરાવતા રોકાણકારોને ઓળખે છે. તે જ સમયે, એક્સ-બોનસ તારીખ કોઈપણ રોકાણકાર માટે શેર ખરીદવાની છેલ્લી તારીખ છે, જો તે બોનસ શેરનો લાભ લેવા માંગે છે. આ દિવસ પછી નવા ખરીદનાર બોનસ શેર મેળવી શકશે નહીં.
30 દિવસમાં શેર 22.57 ટકા ઘટ્યો
સ્ટોક એક્સચેન્જોમાં, Nykaa ના શેર 10 નવેમ્બર 2021 ના રોજ બમ્પર વધારા સાથે રૂ 2001 ના ભાવે હતા. આ તેની IPO કિંમત રૂ. 1,125 કરતાં લગભગ 78 ટકા વધારે છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પછી, તેના શેર 26 નવેમ્બરના રોજ રૂ. 2,574ના ભાવે પહોંચી ગયા હતા, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. આ પછી, નાયકાના શેરમાં ઘટાડાનો સમયગાળો શરૂ થયો, તે અત્યાર સુધી ચાલુ છે. છેલ્લા એક મહિનામાં Nykaaના શેરમાં લગભગ 22.57 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, આ વર્ષની શરૂઆતથી, તેમાં લગભગ 52.32 ટકાનો ઘટાડો થયો છે.