Gautam Adani Net Worth: ગૌતમ અદાણી બન્યા વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ, વૉરેન બફેટને રાખ્યા પાછળ, જાણો કેટલી છે નેટવર્થ
ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, 59 વર્ષીય ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $123.7 બિલિયન છે અને આ સાથે તેમણે $121.7 બિલિયન સાથે વોરેન બફેને પાછળ છોડી દીધા છે અને વિશ્વના પાંચ સૌથી અમીર વ્યક્તિ છે.
Gautam Adani Net Worth: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. તેમણે અનુભવી રોકાણકાર વોરેન બફેટને પાછળ છોડીને આ દરજ્જો હાંસલ કર્યો છે. ફોર્બ્સના એક રિપોર્ટ અનુસાર, 59 વર્ષીય ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $123.7 બિલિયન છે અને આ સાથે તેમણે $121.7 બિલિયન સાથે વોરેન બફેને પાછળ છોડી દીધા છે અને વિશ્વના પાંચ સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ શું કહે છે
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીએ વર્ષ 2022માં અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $43 બિલિયનનો ઉમેરો કર્યો છે, જેના આધારે તેમણે આ વર્ષે તેમના પોર્ટફોલિયોમાં 56.2 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જેના આધારે તેમણે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે.
ગૌતમ અદાણી દુનિયામાં માત્ર ચાર લોકોથી પાછળ છે
ભારતના ગૌતમ અદાણી સંપત્તિના મામલામાં વિશ્વમાં માત્ર ચાર લોકોથી પાછળ છે અને તેમણે પાંચમા સ્થાને પોતાનો પગ જમાવ્યો છે. અદાણીથી આગળના લોકોના નામ અને સંપત્તિ પર નજર કરીએ તો ચોથા સ્થાન પર માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ($130.2 બિલિયન), ત્રીજા સ્થાન પર બર્નાર્ડ આર્નોલ્ટ ($167.9 બિલિયન), બીજા સ્થાન પર જેફ બેઝોસ ($170.2 બિલિયન) અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટેસ્લાના એલોન મસ્ક (269.7 બિલિયન) છે. બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિ પર નજર કરીએ તો $123.7 બિલિયન થઈ ગઈ છે અને તેને ભારતના સૌથી અમીર વ્યક્તિ બનાવે છે.
ગૌતમ અદાણી અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન છે. અદાણી ગ્રૂપ એરપોર્ટથી પોર્ટ અને પાવર જનરેશનથી લઈને વિતરણ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલું છે. અદાણી ગ્રુપની છ કંપનીઓ હાલમાં ટ્રેડિંગ કરી રહી છે જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પાવરનો સમાવેશ થાય છે.
અદાણી ગ્રૂપે 8 એપ્રિલે જાહેરાત કરી હતી કે અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની PJSC (IHC) એ અદાણી પોર્ટફોલિયોમાં ત્રણ કંપનીઓમાં $2 બિલિયનથી વધુનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. તેમના નામ છે અદાણી ગ્રીન એનર્જી (AGEL), અદાણી ટ્રાન્સમિશન (ATL) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ (AEL).