શોધખોળ કરો

GHCL: દેશની સોડા એશની કુલ વાર્ષિક માગમાંથી 25%ને સંતોષે છે ગુજરાતની આ કંપની, જાણો વિગતે

GHCL:  વર્ષ 1983માં સ્થપાયેલી જીએચસીએલએ લગભગ રૂ. 4,800 કરોડ [1 ફેબ્રુઆરી, 2023 સુધીમાં/બીએસઈ ઇન્ડિયા]નું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી અત્યંત વૈવિધ્યીકરણ પામેલી કંપની છે. આ કંપની બે મહત્ત્વના વ્યવસાયો ધરાવે છે.

GHCL:  વર્ષ 1983માં સ્થપાયેલી જીએચસીએલએ લગભગ રૂ. 4,800 કરોડ [1 ફેબ્રુઆરી, 2023 સુધીમાં/બીએસઈ ઇન્ડિયા]નું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી અત્યંત વૈવિધ્યીકરણ પામેલી કંપની છે. આ કંપની બે મહત્ત્વના વ્યવસાયો ધરાવે છે. જેમાં એક છે અજૈવિક રસાયણો અને બીજી છે ટેક્સટાઇલ્સ.

 આ ક્ષેત્રોમાં લગભગ ચાર દાયકાની ઉપસ્થિતિની સાથે ભારતમાં એન્હાઇડ્રસ સોડિયમ કાર્બોનેટ (સોડા એશ)ના બીજા સૌથી મોટા ઉત્પાદનકર્તા હોવાને લીધે જીએચસીએલ ગુજરાતના સૂત્રાપાડામાં આવેલા તેના પ્લાન્ટ મારફતે દેશની સોડા એશની કુલ વાર્ષિક માંગમાંથી 25%ને સંતોષે છે. આ પ્લાન્ટ સોડા એશની વાર્ષિક 1.2 મિલિયન ટન (એમટીપીએ) સ્થાપિત ક્ષમતા ધરાવે છે. આ સિવાય, તે ગુજરાત અને તામિલનાડુમાં વ્યાપક ઉપસ્થિતિની સાથે ચૂનાના પથ્થર, લિગ્નાઇટની ખાણો અને સૉલ્ટવર્ક્સનું બૅકવર્ડ ઇન્ટીગ્રેશન પણ ધરાવે છે.

 છેલ્લાં બે દાયકા દરમિયાન કંપનીએ સ્પિનિંગ બિઝનેસમાં પગરણ માંડ્યાં છે, જેને તેણે 2.25 લાખ સ્પિન્ડલ્સ સુધી વિસ્તાર્યો છે. આ કંપની પવન અને સૌર ઊર્જા સહિત 47 મેગાવૉટ (MW)ની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા પણ ધરાવે છે, જે સ્પિનિંગ બિઝનેસમાં તેની લગભગ 75% ઊર્જા જરૂરિયાતોને સંતોષે છે. વર્ષ 2010થી વર્ષ 2022 સુધીના 12 વર્ષના સમયગાળામાં જીએચસીએલની આવક 3.5 ગણી વધીને રૂ. 4,000 કરોડ થઈ ગઈ છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન કરવેરાઓની ચૂકવણી કર્યા પહેલાનો નફો (પીબીટી) 7 ગણો વધીને રૂ. 800 કરોડ થઈ ગયો છે. આ સાથે જ કંપનીનું ઋણ ઘટીને રૂ.1,400 કરોડ થઈ ગયું છે અને હવે તે વધારાની રોકડ ધરાવવાની સાથે સ્પષ્ટ ઋણમુક્ત કંપની બની ગઈ છે.

 સોડા એશએ વિશ્વમાં સૌથી વધુ વપરાતી સામગ્રીઓમાં દસમા ક્રમે છે અને હાલમાં તે ડીટર્જન્ટ, ગ્લાસ, સિલિકેટ્સ અને રસાયણોના ઉત્પાદનમાં વ્યાપક ઉપયોગો ધરાવે છે. સમગ્ર વિશ્વમાં સોડા એશના ઉત્પાદન માટેની સ્થાપિત ક્ષમતા 71 એમટીપીએ છે, જેનો ઉપયોગ કરીને 63 એમટીપીએનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં ચીન વિશ્વમાં ઉત્પાદિત સોડા એશની કુલ માત્રામાં 45%ના હિસ્સા સાથે સૌથી મોટો ઉત્પાદનકર્તા દેશ છે. સોડા એશના ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતામાં યુએસ અને યુરોપનો સંયુક્ત હિસ્સો 40% છે.

 વિશ્વમાં સોડા એશની માંગ દર વર્ષે 2-3%ના દરે વધી છે. તેની સામે ભારતમાં તેની માંગ દર વર્ષે 5%ના દરે વધી છે. નાણાકીય વર્ષ 2021-2022માં ભારતમાં સોડા એશની માંગ 4.1 એમટીપીએ હતી, જેમાંથી લગભગ 70% માંગ ડીટર્જન્ટ અને ગ્લાસ ઇન્ડસ્ટ્રીમાંથી આવી હતી. જોકે, ભારતની સોડા એશની કુલ માંગમાંથી લગભગ 20%ને આયાત કરીને પૂરી કરવામાં આવી હતી, જે આત્મનિર્ભર ભારતને અનુરૂપ ઘરેલું ક્ષમતાને વધારવાની જરૂરિયાતને સૂચવે છે.

ભારત કે જે વિશ્વમાં સોડા એશના ઉત્પાદનની કુલ ક્ષમતામાં ફક્ત 6%નો હિસ્સો ધરાવે છે, તેણે ગ્રીન એનર્જી પર રૂપાંતરિત થવા પર પણ સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેનાથી સોડા એશની માંગમાં વધારો થશે, કારણ કે, સોડા એશ એ સોલર ગ્લાસનું ઉત્પાદન કરવામાં વપરાતી મુખ્ય કાચી સામગ્રી છે. તેની સાથે, ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે આપવામાં આવી રહેલા પ્રોત્સાહનને કારણે પણ સોડા એશની માંગમાં વધારો થશે, જેનો ઉપયોગ લિથિયમ કાર્બોનેટનું ઉત્પાદન કરવા લિથિયમ ઓર પર પ્રક્રિયા હાથ ધરવા માટે થાય છે.

વધુમાં સોડા એશમાંથી કાઢવામાં આવેલ ઉત્પાદન સોડિયમ બાઇકાર્બોનેટનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ ફ્લુ ગેસ ટ્રીટમેન્ટ (એફજીટી)ની ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેનું સ્વીકરણ વધી રહ્યું હોવાથી અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓ વધી રહી હોવાથી પણ ભવિષ્યમાં તેની માંગ વધે તેવી સંભાવના છે. ભારતના ગ્રીન એનર્જીના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખતા ફક્ત ભારતમાં જ વર્ષ 2030 સુધીમાં સોડા એશની માંગમાં 6.0 એમટીપીએનો વધારો થશે. અહીં, માંગ અને પુરવઠાના પરિદ્રશ્યને ધ્યાન પર લેવાની જરૂર છે. દેશના વિકાસના એજન્ડાને સમર્થન પૂરું પાડવા માટે અનિવાર્ય એવી નવી ક્ષમતાઓ વિકસાવવામાં નહીં આવે તો, આ જ ગતિ જળવાઈ રહેશે અને ભારત સોડા એશનો આયાતકાર દેશ જ બની રહેશે. વર્ષ 2023થી વર્ષ 2030 દરમિયાન ભારતે સોડા એશના ઉત્પાદનની ક્ષમતાને વધારવા માટે ફક્ત એક જ મોટી જાહેરાત કરી છે. માંગ હજુ વધારે વધવાની આશા છે, ત્યારે આપણો દેશ ચીન અને તુર્કી જેવા અન્ય દેશો પર વધુને વધુ નિર્ભર બનતો જશે.

 જીએચસીએલનું વિઝન

સોડા એશના પ્લાન્ટની સ્થાપના કરવા માટે ઘણી મોટી મૂડીની જરૂર પડે છે અને તે સમય પણ ઘણો માંગી લે છે. જોકે, ભારતમાં સોડા એશની સતત વધતી જઈ રહેલી માંગને પૂરી કરવા માટે ઘરેલું ક્ષમતાઓમાં વધારો કરવો એ જ એકમાત્ર ઉપાય છે. સોડા એશનું ઉત્પાદન મીઠા અને ચૂનાના પથ્થર જેવી કાચી સામગ્રીમાંથી કરવામાં આવે છે, જે કુદરતી અને બિન-ઝેરી છે. ઉત્પાદનપ્રક્રિયામાંથી નીકળતા નકામા પદાર્થને સમુદ્રમાં ત્યજી દેવામાં આવે છે, જે પણ બિન-ઝેરી હોય છે, જે દરિયાની સિસ્ટમ સાથે સુસંગત હોય છે અને તે દરિયાકાંઠાનું ધોવાણ થતું અટકાવવામાં મદદરૂપ થાય છે.

 વાઇબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ (વીજીજીએસ) 2017 દરમિયાન ગુજરાત સરકાર સાથે થયેલા એમઓયુને અનુરૂપ રહીને જીએચસીએલે સોડા એશની 0.5 એમટીપીએની અત્યાધુનિક ઉત્પાદનક્ષમતાને સ્થાપિત કરવા માટે રૂ. 4000 કરોડની ખર્ચજોગવાઈ ધરાવતા એક મહત્વાકાંક્ષી ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. જીએચસીએલ કાર્બન ન્યુટ્રાલિટી પર ધ્યાન કેન્દ્રીત કરી અને પર્યાવરણને અનુરૂપ ઊર્જા સંસાધનોનું અન્વેષણ કરીને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો આ પ્લાન્ટ સ્થાપવા માટે કટિબદ્ધ છે. આ પ્લાન્ટ સ્થાપવાની સાથે જીએચસીએલ શ્રેણીમાં શ્રેષ્ઠ સીએસઆર અને સસ્ટેનેબિલિટીની પહેલની મદદથી પ્લાન્ટની નજીકમાં આવેલા સમુદાયોને સહાયરૂપ થવાની તેની કટિબદ્ધતા અચૂકપણે પાળશે. જીએચસીએલનો આ મહત્વાકાંક્ષી પ્લાન્ટ ભારતને આત્મનિર્ભર બનાવી ઊર્જા રૂપાંતરણના તેના લક્ષ્યાંકમાં તેની વિકાસગાથા લખશે. આ ઉપરાંત, તે પ્લાન્ટની નજીક લોજિસ્ટિક્સ, પરિવહન અને પૅકેજિંગ મટીરિયલ સેગમેન્ટમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઈ)ની સ્થાપનાને પણ પ્રોત્સાહન આપશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Embed widget