શોધખોળ કરો

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ

બોર્ડે શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાશે

તમામ પરીક્ષાઓમાં ચોરીઓની વધતી ઘટનાઓને જોતા હવે CBSEએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પણ વધારાની તકેદારી રાખવાનો નિર્ણય લીધો છે. જેને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત સીબીએસઈએ બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજવાનો નિર્ણય કર્યો હતો

બોર્ડે શુક્રવારે જાહેર કરેલા નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2025ની બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ યોજાશે.  આ માટે જે પણ શાળામાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે, તેણે દરેક રૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા પડશે. સીબીએસઈ દ્વારા માત્ર સીસીટીવી કેમેરા ધરાવતી શાળાઓને જ બોર્ડ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે.

દરેક જગ્યાએ કેમેરા હશે

પરીક્ષા ખંડ ઉપરાંત, તમામ પરીક્ષા કેન્દ્રોમાં, શાળાના પ્રવેશથી માંડીને સીડી વગેરે તમામ જગ્યાએ કેમેરા ગોઠવવામાં આવશે જેથી ઉમેદવારો સતત કેમેરાની દેખરેખ હેઠળ રહે. કેન્દ્રોએ સીસીટીસીના વિડિયો બોર્ડ પરીક્ષાના પરિણામોને રિલીઝ થયાના બે મહિના સુધી સાચવવા પડશે જેથી જ્યારે જરૂર પડે ત્યારે જોઈ શકાય.

CBSE શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવા છતાં પરીક્ષા ખંડમાં કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. હવે ત્યાં પણ સારી ગુણવત્તાના કેમેરા લગાવવામાં આવશે. હવે આ શાળાઓએ પરીક્ષાના યોગ્ય સંચાલનને લગતી સૂચનાઓને અનુસરીને વધારાની તૈયારીઓ કરવી પડશે.

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ શાળામાં કેમેરા નહીં હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવશે નહીં. નોંધનીય છે કે 2025 બોર્ડની પરીક્ષાઓ નવી શિક્ષણ નીતિ હેઠળ યોજાશે. CBSE એ દાવો કર્યો છે કે આ વર્ષે લગભગ 44 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. તાજેતરમાં સીબીએસઇ બોર્ડે બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું. રજીસ્ટ્રેશન વિન્ડો 16 ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે. બોર્ડની પરીક્ષાઓના સંદર્ભમાં CBSE મોટા પાયે પરીક્ષાઓને સરળ અને ન્યાયી રીતે આયોજિત કરવા માટે કામ કરી રહી છે. તેથી બોર્ડે CCTV નીતિ વિકસાવી છે, જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને ઉચ્ચ રિઝોલ્યુશન કેમેરા લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

બોર્ડે કહ્યું છે કે ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થયાની તારીખથી ઓછામાં ઓછા બે મહિના માટે પરીક્ષા હોલ રેકોર્ડિંગને યોગ્ય રીતે સંગ્રહિત હોવા જોઈએ. આ ખાતરી કરવા માટે છે કે બોર્ડને તેમની સમીક્ષા કરવાની જરૂર હોય તો રેકોર્ડિંગ સરળતાથી મેળવી શકાય. કેમેરામાંથી ફૂટેજ માત્ર અધિકૃત કર્મચારીઓ દ્વારા જ એક્સેસ કરી શકાય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget