શોધખોળ કરો

Go First: ડીજીસીએનો ગો ફર્સ્ટને આદેશ, તાત્કાલિક બંધ કરો ટિકિટ બુકિંગ

Go First News: GoFirstને આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Go First:  નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર, DGCA એ GoFirstને પ્રત્યક્ષ અથવા પરોક્ષ પદ્ધતિઓ દ્વારા એર ટિકિટ બુક કરવાનું તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, DGCA એ એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ સલામત, નિયમિત અને વિશ્વસનીય રીતે ઉડાન ભરવામાં નિષ્ફળતા માટે નોટિસ જારી કરી છે. DGCAએ GoFirstને 15 દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.

ફ્લાઇટ રદ કરવાના GoFirstના અચાનક નિર્ણયને પગલે DGCA એ GoFirstને એરપ્રોફ્ટ નિયમો 1937 હેઠળ કારણ બતાવો નોટિસ જારી કરી છે અને IBC હેઠળ પોતાને નાદાર જાહેર કરવા માટે NCLTને અરજી કરી છે. DGCA માને છે કે એરલાઇન્સ વિશ્વસનીય સેવા પ્રદાતા તરીકે તેમની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહી છે.

GoFirstને આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. GoFirst ના એર ઓપરેટર્સ સર્ટિફિકેટ ચાલુ રાખવાનો નિર્ણય એરલાઇન્સના પ્રતિભાવના આધારે લેવામાં આવશે. આવી સ્થિતિમાં DGCAએ GoFirstને આગામી આદેશો સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એર ટિકિટ બુક કરવાનું બંધ કરવા જણાવ્યું છે.

વધુ એક એરલાઈન્સના પાટીયા પડવાની તૈયારી!!!

વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ એરલાઈન્સ નાદારી નોંધાવવાના આરે છે. હજી આ મામલે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કળ નથી વળી ત્યાં દેશની વધુ એક એરલાઈન્સે ચિંતા વધારી છે. દેશની અન્ય એરલાઈન સામે નાદારી પ્રક્રિયાની સુનાવણી થવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એરલાઇન સ્પાઇસજેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે. સ્પાઈસ જેટ સામેની નાદારી અરજીની સુનાવણી 8મી મેના રોજ NCLTમાં થશે. લો કોસ્ટ એરલાઈન સેવા આપનારી સ્પાઇસજેટને ધિરાણ આપનાર કંપની એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડે નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે NCLT સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજી 28 એપ્રિલે દાખલ કરવામાં આવી હતી. NCLTની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ટ્રિબ્યુનલની મુખ્ય બેન્ચ આ અરજી પર 8મી મેના રોજ સુનાવણી કરશે. નાદારી નોંધાવવા પર સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમની એરલાઇનની કામગીરી પર કોઈ અસર થશે નહીં. એક નિવેદનમાં પ્રવક્તાએ આશા વ્યક્ત કરી કે, આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ધિરાણકર્તાનું કોઈ વિમાન એરલાઈનના કાફલામાં સામેલ નથી. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એરક્રાફ્ટ લીઝિંગ ફર્મના તમામ એરક્રાફ્ટ પહેલાથી જ પરત કરી દેવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget