શોધખોળ કરો

Go First Suspend Flights: ગો ફર્સ્ટે 3 અને 4 મેની ઉડાન કરી રદ્દ, કારણ જાણીને ચોંકી જશો

GoFirst કેશ એન્ડ કેરી મોડ પર કામ કરી રહી છે. એટલે કે, એરલાઈન્સે દરરોજ જેટલી ફ્લાઈટ્સ ઉડાવવાની હોય છે તે પ્રમાણે એરલાઈન્સે એર ફ્યુઅલ માટે ચૂકવણી કરવી પડે છે.

Go First: 3 અને 4 મેના રોજ ગોફર્સ્ટ એરલાઈન્સ પર ટિકિટ બુક કરાવનારા હવાઈ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. GoFirst એ 3 અને 4 મેના રોજ ઉડાન ભરવાની શેડ્યૂલ કરેલી ફ્લાઇટ્સ રદ કરી છે. ઓઈલ કંપનીઓના લેણાં ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે એરલાઈન્સે આ નિર્ણય લીધો છે.

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું કે GoFirst કેશ એન્ડ કેરી મોડ પર કામ કરી રહી છે. એટલે કે, એરલાઈન્સે દરરોજ જેટલી ફ્લાઈટ્સ ઉડાવવાની હોય છે તે પ્રમાણે એરલાઈન્સે એર ફ્યુઅલ માટે ચૂકવણી કરવી પડે છે. એરલાઇન્સ સંમત થાય છે કે જો ચુકવણી કરવામાં ન આવે તો વિક્રેતા વ્યવસાય બંધ કરી શકે છે.  

કેટલી મોટી છે વિમાન કંપની

ગો ફર્સ્ટ પાસે 31 માર્ચે 30 પ્લેન ગ્રાઉન્ડેડ હતા. કુલ પ્લેનની સંખ્યા 61 છે. તેમાં 56 એ320 નિયો અને 5 પ્લેન એ320 સીઈઓ સામેલ છે. જુલાઈ 2022માં પ્રથમ વખત કંપનીએ સંકટનો સામનો કર્યો હતો. મે 2022માં વિમાન કંપનીએ 1.27 મિલિયન મુસાફરોને યાત્રા કરાવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં એરલાઇનને 1800 કરોડ રૂપિયાના ખોટનો અંદાજ છે. તેની પાછળ ગત મહિને એન્જિનના કારણે અનેક વિમાનોની ઉડાન ન ભરવાનું કારણ જવાબદાર છે. ગો ફર્સ્ટની અનેક મહિના સુધી એવિએશન માર્કેટમાં 8-10 ટકા હિસ્સો હતો પરંતુ માર્ચમાં ઘટીને 6.9 ટકા થઈ હતી.

IFFCO એ કરી બંપર કમાણી, કર્યો અત્યાર સુધીનો સૌથી વધુ 3053 કરોડ રૂપિયાનો નફો

રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)એ નફો કમાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. IFFCOએ નાણાકીય વર્ષ 2022-2023માં 3,053 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો મેળવ્યો છે, જે 2021-2022માં માત્ર 1,884 કરોડ રૂપિયા હતો. આટલો નફો ટેક્સ ભર્યા પછી કમાયો છે. જ્યારે તેનો ટેક્સ વગરનો નફો 4106.81 કરોડ રૂપિયા રહ્યો છે. કમાણીમાં આટલો ઉછાળો આવવાનું મુખ્ય કારણ નેનો યુરિયા અને સબસિડીમાં વધારાને જવાબદાર ગણવામાં આવે છે. સંસ્થાએ ગયા વર્ષ કરતાં વધુ નેનો ખાતરનું વેચાણ કર્યું છે. નાણાકીય વર્ષ 2022-2023માં તેનું વેચાણ 2.15 કરોડ બોટલથી વધીને 3.27 કરોડ બોટલ થઈ ગયું છે. વધુ બે નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ કાર્યરત થયા છે. IFFCOની કુલ આવક 2022-2023માં વધીને રૂ. 62,990 કરોડ થઈ છે જે અગાઉના વર્ષમાં રૂ. 41,898 કરોડ હતી. આટલું જ નહીં, IFFCO જૂથ તેના સહયોગીઓ અને સહાયક કંપનીઓ સહિત હવે લગભગ રૂ. 1.05 લાખ કરોડનું થઈ ગયું છે. માત્ર કમાણી જ નહીં, તેના કામને કારણે તે વિશ્વની નંબર-1 સહકારી સંસ્થા પણ બની ગઈ છે. વિશ્વની 300 સહકારી સંસ્થાઓની રેન્કિંગમાં તે ટોચ પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget