શોધખોળ કરો
Advertisement
સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો યથાવત, જાણો આજના લેટેસ્ટ ભાવ
શુક્રવારે અમદાવાદમાં હાજરમાં સોનું 49442 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે સોનું ફ્યૂચરમાં 49351 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું.
વૈશ્વિક માર્કેટમાં રહેલ ટ્રેન્ડથી વિરૂદ્ધ ઘરેલુ માર્કેટ ગોલ્ડ અને સિલ્વરની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં રાહત પેકેજની આશાએ સોનામાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. એમસીએક્સમાં ગોલ્ડની કિંમત 0.18 ટકા એટલે કે 88 રૂપિયા ઘટીને 49360 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદીની કિંમત 0.77 ટકા એટલે કે 516 રૂપિયા ઘટીને 66784 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
વૈશ્વિક બજારમાં સોનાની ચમક વધી
શુક્રવારે અમદાવાદમાં હાજરમાં સોનું 49442 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે સોનું ફ્યૂચરમાં 49351 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. શુક્રવારે શરૂઆતના કારોબારમાં દિલ્હી માર્કેટમાં 22 કેરેટ ગોલ્ડની કિંમત 48400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી જ્યારે મુંબઈમાં તેની કિંમત 48600 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. વૈશ્વિક બજારમાં સોનું ગુરૂવારે બે સપ્તાહની ઉચ્ચ સપાટી પર પહોંચી ગયું. હાજર સોનું 0.1 ટકા વધીને 1872.25 ડોલર પ્રતિ ઔંસ રહી. યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.3 ટકા વધીને 1871.70 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.
અમેરિકન બજારમાં સોની કિંમતમાં તેજીની આશા
અમેરિકાની અર્થવ્યવસ્થાને રાહત પેકેજ મળવાની આશાએ વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડો નોંધાયો છે. જોકે આવનારા દિવસોમાં ઉછાળો આવી શકે છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં સુધારાની સાથે જ મોંઘવારી પણ વધી શકે છે અને રોકાણકારો તેના હેજિંગ માટે સોનામાં રોકાણ વધારી શકે છે. જેના કારણે સોનામાં તેજી આવી શકે છે. નવા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રથમ દિવસે અનેક નિર્ણય લીધા છે. તેનાથી અમેરિકન બજારમાં તેજી જોવા મળી છે. તેના કારણે સોનામાં પણ તેજી આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion