શોધખોળ કરો
Advertisement
સોનું હમણાં ના ખરીદતા, ભાવ 45 હજાર રૂપિયાની અંદર જતો રહેશે તેવો નિષ્ણાતોનો મત, જાણો ક્યારે ખરીદશો ?
કોરોનાનો પ્રકોપ પીક પર હતો ત્યારે સોનું 55 હજારની સપાટી પર પહોંચી ગયું હતું.
નવી દિલ્હીઃ આ વર્ષે રોકાણકારોને તગડું વળતર આપનાર સોનું હવે ઝાટકો આપી શકે છે. કોરોનાની રસી તૈયાર થવાના અહેવાલને પગલે સોનું 50000 રૂપિયાની અંદર આવી ગયું છે. ગુરુવારે એમસીએક્સ પર સોનાની કિંમત 0.17 ટકા એટલે કે 84 રૂપિયા વધીને 48,597 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. ચાંદીની કિંમતમાં પણ 0.43 ટકા એટલે કે 255 રૂપિયા વધીને 60098 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.
અમદાવાદમાં બુધવારે સોનું જરમાં 48947 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48640 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. દિલ્હી માર્કેટમાં બુધવારે સોનું 45 રૂપિયા વધીને 48,273 રૂપિયા દસ ગ્રામ પર વેચાયું જ્યારે ચાંદી 407 વધીને 59,380 રૂપિયા પ્રતિ કિલો પર વેચાયું.
નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાની રસીના સંદર્ભમાં આશા વધવા અને બાઇડેનના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની તૈયારીઓને ધ્યાનમાં રાખતા સોનાની કિંમતાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેત અને રૂપિયામાં સુધારાની પણ સોનાની કિંમત પર અસર પડી રહી છે.
કોરોનાનો પ્રકોપ પીક પર હતો ત્યારે સોનું 55 હજારની સપાટી પર પહોંચી ગયું હતું. હવે રસી બનવાની નજીક પહોંચવાની સાથે જ તેમાં ઘટાડો શરૂ થઈ ગયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સોનું 45 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવે તો આશ્ચર્ય નહીં હોય. એવામાં હાલના સમયમાં રોકાણથી દૂર રહેવું જરૂરી છે. જોકે, એક વર્ષ અથવા તેનાથી લાંબા ગાળામાં તે 55 હજાર રૂપિયાની સપાટી પર ફરી આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement