Gold-Silver Rate: સોનામાં તેજી તો ચાંદીમાં મંદી, જાણો આજના લેટેસ્ટ ભાવ
એક તરફ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે ત્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો, જોકે આજે સોનાના ભાવમાં થોડો વધારો થયો છે. સોનાના ભાવમાં અગાઉના દરોની સરખામણીમાં 200 રૂપિયાનો વધારો નોંધાયો છે. બુધવારે ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 46,330 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.
ચાંદીના ભાવમાં ઘટાડો
એક તરફ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે ત્યારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ ગઈકાલના ભાવથી 200 રૂપિયા ઘટી ગયા છે અને તે 59,800 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.
વિશ્વમાં ધાતુઓનો બીજો સૌથી મોટો ગ્રાહક ભારતમાં એક્સાઇઝ ડ્યુટી, રાજ્ય કર અને મેકિંગ ચાર્જને કારણે સમગ્ર ભારતમાં સોનાના દાગીનાની કિંમત બદલાય છે.
નવી દિલ્હી અને મુંબઈમાં 22 કેરેટ સોનું 46,650 રૂપિયા અને 45,330 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, ચેન્નઈમાં સોનાના ભાવ 43,740 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયો હતો. દિલ્હીમાં 24 કેરેટનું 10 ગ્રામ સોનું 49,800 રૂપિયા અને મુંબઈમાં 46,330 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. બીજી બાજુ ચેન્નઈમાં સોનું 47,720 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. કોલકાતા માટે કિંમત 48,250 રૂપિયા છે.
આ પહેલા પણ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉના સત્રમાં સોનું 1.7 ટકા ઘટીને રૂ. 807 રૂપિયા હતું. છેલ્લા ત્રણ દિવસમાં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ 1200 રૂપિયા ઘટી છે. અગાઉના સત્રમાં ચાંદી 3.5 ટકા ઘટીને 2,150 રૂપિયા થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડા બાદ હાજર સોનાની કિંમત 1,754.86 ડોલર પ્રતિ ઔંસ હતી.
રોકાણકારોની નજર યુએસ ફેડ રિઝર્વની બેઠક પર છે. આ બેઠક મંગળવારે શરૂ થશે. સોનાને ફુગાવા સામે હેજ તરીકે જોવામાં આવે છે. જો ફેડ રિઝર્વનું વલણ અનુકૂળ ન રહે તો તેના કારણે સોનાની ચમક ઝાંખી પડી શકે છે. ડોલર ઇન્ડેક્સ એક મહિનાની ઉચ્ચ સપાટી નજીક છે, જેની અસર સોનાના ભાવ પર પડી છે.