Gold Price Today: સોના અને ચાંદીની કિંમતમાં થયો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ શું છે....
ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ આવી છે ત્યારે વૈશ્વિક બજારમાં તેના ભાવમાં વધારો થયો છે.
નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર પીળી ધાતુના દરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
એમસીએક્સ પર, સવારે 9.10 વાગ્યે, સોનાના વાયદાના ભાવ રૂ. 8 ઘટીને રૂ. 51,371 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આ દર 24 કેરેટ શુદ્ધતાના સોના માટે છે. એ જ રીતે, ચાંદીના ભાવમાં પણ ફેરફાર થયો અને એમસીએક્સ પર વાયદાના ભાવ રૂ. 78 ઘટીને રૂ. 67,614 પ્રતિ કિલો થયા. છેલ્લા કેટલાક સત્રોથી ચાંદી 68 હજારની ઉપર રહી હતી.
વૈશ્વિક બજારમાં કિંમતોમાં વધારો
ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ આવી છે ત્યારે વૈશ્વિક બજારમાં તેના ભાવમાં વધારો થયો છે. ન્યૂયોર્ક માર્કેટમાં સોનું 0.031 ટકાના વધારા સાથે $1,922.28 પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું છે. એ જ રીતે, ચાંદીના ભાવ પણ 0.16 ટકા વધીને 24.84 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યા હતા.
બે દિવસમાં સોનું $8 સસ્તું થયું
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બે દિવસ પહેલા સોનાની કિંમત $1,930.50 પ્રતિ ઔંસ હતી, જે હવે ઘટીને લગભગ $8 પર આવી ગઈ છે. એ જ રીતે બે દિવસ પહેલા ચાંદીનો ભાવ પણ 25.35 ડોલર પ્રતિ ઔંસ હતો. તે લગભગ $0.75 નો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક બજારમાં ભાવ વધુ નીચે આવશે તો ભારતીય ગ્રાહકોને પણ આનો લાભ મળશે.
શું છે નિષ્ણાતનું અનુમાન
બજાર વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંત પછી સોનાના ભાવમાં મોટો કડાકો બોલી શકે છે. રશિયા પાસે પણ સોનાનો મોટો ભંડાર છે અને તે તેને વૈશ્વિક બજારમાં વેચવા માંગે છે. જો આ સોનું માર્કેટમાં આવશે તો તેની સપ્લાય વધી જશે અને કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે છે.