(Source: ECI/ABP News/ABP Majha)
Gold Price Today: આજે સોનું થયું સસ્તું, જાણો તમારા શહેરમાં આજે Goldનો ભાવ કેટલો છે
જણાવીએ કે, 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 47710 રૂપિયા પર આવી ગયો
ભારતમાં સોનાની કિંમતમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં સોનું ગઈકાલે એક સપ્તારની નીચલી સપાટી પર પહોંચ્યા બાદ સ્થિર રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ઓગસ્ટ વાયદો 59 રૂપિયાની તેજી સાથે 47833 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેટ થઈ રહ્યું હતું, જયારે ગઈકાલનો બંદ ભાવ 47774 રૂપિયા હતો. જ્યારે ચાંદી સપ્ટેમ્બર વાયદો 115 રૂપિયા એટલે કે 0.8 ટકાની તેજી સાથે 69490 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. ગઈકાલે ચાંદી વાયદો 69375 રૂપિયા પ્રતિ કિલો પર બંધ રહી હતી.
સોનાના ભાવમાં ઘટાડો
જણાવીએ કે, 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 47710 રૂપિયા પર આવી ગયો, જે વિતેલા કારોબારી સેશનમાં 47810 રૂપિયા હતો. જ્યારે ચાંજી ગઈકાલે 69300 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઠીને 69100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ.
જાણો તમારા શહેરમાં સોનાનો કેટલો છે ભાવ
- દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 46,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24-કેરેટ સોનાનો ભાવ 50,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 46,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 49,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 47,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- બેંગલુરુમાં આજે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 44,650 રૂપિયા અને 24-કેરેટ સોનાનો ભાવ 48,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- હૈદ્રાબાદમાં 22 કેરેટ સોનાનો આજે ભાવ 44,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 48,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ઉત્તર પ્રદેશના લખનઉમાં 22 કેરેટ સોનાનો ભાવ 46,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 50,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- નાગપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 46,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 47,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બીજી બાજુ વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સ્થિર છે. હાજર સોનું 0.1 ટકાની તેજી સાથે 1807.22 ડોલર પ્રતિ ઔંસ અને અમેરિકમાં સોનાનો વાયદો 0.1 ટકાની તેજી સાથે 1808.1 અમેરિકન ડોલર સુધી પહોંચી ગયો છે.