શોધખોળ કરો
Advertisement
Gold Rate: સોનાના ભાવમાં 500 રૂપિયાનો કડાકો, ચાંદીમાં પણ આવ્યો જોરદાર ઘટાડો
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંશ દીઠ 1873 ડોલરથી ઘટીને 1934 ડોલર આસપાસ રહ્યો હતો.
અમદાવાદઃ કેન્દ્રિય બજેટમાં સોના ચાંદી પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ સતત ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદીમાં વધુ 2500 રૂપિયાનું ગાબડું પડ્યું છે. આ સાથે જ ચાંદીનો ભાવ 67,500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે.
બીજી બાજુ સોનામાં પણ 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ 49,800ની સપાટીએ બંધ રહ્યો હતો. અમદાવાદ બજારમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ ૫૦૦ ઘટી 99.50ના 50 હજારની અંદર ઉતરી ૪૯ હજાર ૬૦૦ થયા છે. તો ૯૯.૯૦ના ભાવ 48,800 બોલાયા હતા.
છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં 900 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંશ દીઠ 1873 ડોલરથી ઘટીને 1934 ડોલર આસપાસ રહ્યો હતો. બજેટ બાદ બે દિવસમાં અંદાવાદમા ચાંદીમાં 5000 રૂપિયા તો સોનામાં 900 રૂપિયાનો કડાકો બોલી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement