Gold Silver Rate: દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ આસમાને, જાણો 22-24 કેરેટ સોનું કેટલું મોંઘું થયું
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, ગુરુવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 75,615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે (શુક્રવાર) સવારે વધીને 76,082 રૂપિયા થઈ ગયું છે.

Gold Silver Rate Today: ભારતીય સરાફા બજારમાં આજે, 4 ઓક્ટોબર, 2024ની સવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સોનું હવે 76 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર છે, જ્યારે ચાંદીનો ભાવ 92 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 76,082 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની (Silver) કિંમત 92,286 રૂપિયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) અનુસાર, ગુરુવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 75,615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે (શુક્રવાર) સવારે વધીને 76,082 રૂપિયા થઈ ગયું છે. આ જ રીતે શુદ્ધતાના આધારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.
આજે 22 કેરેટ સોનાના ભાવ
સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર, આજે 995 શુદ્ધતાવાળા સોનાની કિંમત 75,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા સોનાની કિંમત 69,691 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 750 (18 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 57,062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 585 (14 કેરેટ) શુદ્ધતાવાળા સોનાનો ભાવ 44,508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનું અને ચાંદીના ભાવમાં વધારો
| શુદ્ધતા (દસ ગ્રામમાં) | ગુરુવારની સાંજનો ભાવ | શુક્રવારે સવારનો ભાવ | ભાવમાં વધારો |
| સોનું 999 | 75615 રૂપિયા | 76082 રૂપિયા | 467 રૂપિયા |
| સોનું 995 | 75312 રૂપિયા | 75777 રૂપિયા | 465 રૂપિયા |
| સોનું 916 | 69263 રૂપિયા | 69691 રૂપિયા | 428 રૂપિયા |
| સોનું 750 | 56711 રૂપિયા | 57062 રૂપિયા | 351 રૂપિયા |
| સોનું 585 | 44235 રૂપિયા | 44508 રૂપિયા | 273 રૂપિયા |
| ચાંદી 999 | 90671 રૂપિયા | 92286 રૂપિયા | 1615 રૂપિયા |
તમે સોના અને ચાંદીનો ભાવ મિસ્ડ કૉલથી પણ ચેક કરી શકો છો. 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કૉલ આપી શકો છો. થોડી જ વારમાં તમને એસએમએસ દ્વારા ભાવની માહિતી મળી જશે. અથવા, સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર જઈને સવાર અને સાંજના સોનાના ભાવ અપડેટ જાણી શકો છો.
જણાવી દઈએ કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (Indian Bullion Jewelers Association) દ્વારા જારી કરાયેલા ભાવોથી વિવિધ શુદ્ધતાના સોનાના પ્રમાણભૂત ભાવની માહિતી મળે છે. આ બધા ભાવ કર અને મેકિંગ ચાર્જ પહેલાંના છે. IBJA દ્વારા જારી કરાયેલા ભાવો દેશભરમાં માન્ય છે પરંતુ તેમાં GST સામેલ નથી. ધ્યાનમાં રાખો કે ઘરેણાં ખરીદતી વખતે સોના કે ચાંદીના ભાવ કર સહિત હોવાને કારણે વધારે હોય છે.
આ પણ વાંચોઃ
નોકરી નથી છતાં બેંક આપશે પર્સનલ લોન, આટલી બાબતો ધ્યાનમાં રાખશો તો ફટાફટ મળી જશે લોન





















