(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Today : સોનાની કિંમતમાં ઘટાડો યથાવત, જાણો આજના લેટેસ્ટ ભાવ
ગુરુવારે દિલ્હી ગોલ્ડ (Gold) માર્કેટમાં સોનાનો ભાવ 48223 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ સુધી ગબડ્યો હતો.
ડોલર મજબૂત થવની સાથે જ શુક્રવારે સોનાની કિંમત ઘટીને સપાટ ટ્રેડ થઈ રહી છે. અમેરિકામાં શુક્રવારે મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ રોકાણકારોનું સોના તરફનું વલણ સ્પષ્ટ થશે. અમેરિકાની અર્થવ્યવસ્થાના આ આંકડાની સાથે જ ઘરેલુ બજારમાં પણ સોનાની કિંમતમાં ઉતાર ચડાવ યથાવત છે. અમેરિકામાં બેરોજગારીના આંકાડમાં સુધારો જોવા મળતા સોનાની કિંમત ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેની અસર ઘર આંગણે ગોલ્ડ (Gold) માર્કેટમાં પણ જોવા મળી રહી છે.
એમસીએક્સમાં સોનામાં ઘટાડો
ભારતીય માર્કેટનો સવાલ છે ત્યાં સુધી શુક્રવારે એમસીએક્સમાં ગોલ્ડ (Gold) 0.21 ટકા ઘટીને 48481 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે સિલ્વર (Silver) 0.39 ટકા ઘટીને 71439 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ. ગુરુવારે દિલ્હી ગોલ્ડ (Gold) માર્કેટમાં સોનાનો ભાવ 48223 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ સુધી ગબડ્યો હતો. એક કારોબારી દિવસ પેહલા દિલ્હી ગોલ્ડ (Gold) માર્કેટમાં સોનાનો ભાવ 48542 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવ પર બંધ રહ્યો હતો. સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે અને તે 71 હજાર રૂપિયાની નીચે આવી ગઈ છે.
વૈશ્વિક બજારમાં સોનું સપાટ
શુક્રવારે અમદાવાદમાં હાજરમાં સોનાનો ભાવ 48690 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જ્યારે ગોલ્ડ (Gold) ફ્યૂચર 48434 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેડ થઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનાની કિંમતમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી અને તે 1896.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું હતું. જ્યારે યૂએસ ગોલ્ડ (Gold) ફ્યૂચર 0.1 ટકા વધીને 1899.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું. હાલમાં ભારતમાં સોનામાં ઉતાર ચડાવનો સમય છે. વૈશ્વિક બજારમાં રોકાણકારો અમેરિકાના આર્થિક આંકડા પર નજર રાખી રહ્યા છે. આંકડા આવ્યા બાદ જ આગળ સોનામાં કોઈ મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલમાં ભારતમાં સોનાની ફિઝિકલ માગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.