શોધખોળ કરો

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર

Gujarat: ક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે

Gujarat: નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત હવેથી રાજ્યમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી ૨ વર્ષની સેવા પૂર્ણ થયેલી હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેર-બદલી ઓનલાઇન સૉફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારના આ નિયમ જાહેર થયા બાદ શિક્ષકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. 

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. 

આ જિલ્લા ફેર-બદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ ૩૦ પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/વિધવા/ત્યક્તા/વિધુર માટે ૮ પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ ૧૦ પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, છેલ્લા ૩ વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ ૧૦/ ધોરણ ૧૨માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લઇ વધુમાં વધુ ૧૦ પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, તેઓએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ-પત્ની જિલ્લા ફેર-બદલી માટે પતિ-પત્નીની નોકરીના કિસ્સમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને પતિ/પત્ની રાજ્ય સેવા/પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસો/બોર્ડ/કોર્પોરેશન(નિગમ)/અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફીક્સ પગાર કે નિયમિત નિમણૂંકથી નોકરી કરતાં હોય તેને લાગુ પડે છે. આ દંપતીના કિસ્સામાં ૧૧ માસના કરાર કે આઉટસોર્સિંગથી નોકરી કરતાં કર્મચારીઓને લાભ મળવાપાત્ર થતો નથી. 

વિધવા/વિધુર/ત્યક્તાના કિસ્સામાં તેઓએ વિધવા/ વિધુર હોવા અંગેનું તથા પુન:લગ્ન ન કરેલ હોવા અંગેનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. અસાધ્ય તથા ગંભીર રોગો/બિમારીઓના કિસ્સામાં જિલ્લા આંતરિક/જિલ્લા ફેર-બદલીઓ કરવાની સત્તા ફક્ત સરકાર કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાને લેવામાં આવે છે. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને બે વાર મળવાપાત્ર રહેશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget