Chrome યુઝર્સ માટે સરકારે જાહેર કરી ચેતવણી, અનેક વર્ઝનમાં છે સિક્યોરિટી રિસ્ક
ગૂગલ ક્રોમ યુઝર્સ માટે કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. સરકારી એજન્સીએ ક્રોમ બ્રાઉઝરના અનેક વર્ઝનમાં ખામીઓ શોધી કાઢી છે.
ગૂગલ ક્રોમ યુઝર્સ માટે કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. સરકારી એજન્સીએ ક્રોમ બ્રાઉઝરના અનેક વર્ઝનમાં ખામીઓ શોધી કાઢી છે. તેનાથી બચવા માટે કેટલીક સેફ્ટી ટિપ્સ પણ આપવામાં આવી છે. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ કહ્યું કે હેકર્સ સિસ્ટમમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવીને તમારી અંગત માહિતીને ચોરી શકે છે.
એજન્સી અનુસાર, આ ખામીઓને કારણે ખાસ કરીને વિન્ડોઝ અને મેક યુઝર્સ પ્રભાવિત થઈ શકે છે. આ ચેતવણી થોડા દિવસો પહેલા જ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારી પોતાની સુરક્ષા માટે જરૂરી છે કે તમે ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો.
ક્રોમ યુઝર્સ માટે ખતરાની ઘંટી
CERT-In એ જણાવ્યું હતું કે અમુક વર્ઝનમાં સુરક્ષા ખામીઓ મળી આવી છે. તે Windows અને Linux સિસ્ટમોને અસર કરી શકે છે. એજન્સીની સિક્યોરિટી નોટમાં જણાવવામાં આવ્યું છે કે આ ખામી ગૂગલ ક્રોમ કમ્પોનન્ટ્સ સીરિયલ અને ફેમિલી એક્સપિરિયન્સમાં જોવા મળી છે. આનો લાભ લઈને હુમલાખોરો સિસ્ટમને અસર કરી શકે છે. હેકર્સ સિસ્ટમમાં મનસ્વી કોડ એક્ઝિક્યૂટ કરી શકે છે. ડેનિયર ઓફ સર્વિસ DoS ની કંડીશનમાં આ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કોને થશે અસર?
Linux માટે 130.0.6723.116ના અગાઉના Google Chrome વર્ઝન પ્રભાવિત થઈ શકે છે.
Windows અને Mac માટે 130.0.6723.116/.117 પહેલાના Google Chrome વર્ઝનને અસર થઇ શકે છે
યુઝર્સે શું કરવું જોઈએ
આ સુરક્ષા ખામીઓથી પોતાને સુરક્ષિત રાખવા માટે યુઝર્સે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્રોમના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો. Windows અથવા Mac માં અપડેટ્સ તપાસવા માટે નીચે આપેલા સ્ટેપને ફોલો કરો.
-ડેસ્કટોપ ક્રોમ બ્રાઉઝર ખોલો.
-ટોપ રાઇટ કોર્નરમાં થ્રી ડોટ પર ક્લિક કરો
-નીચે હેલ્પ અને પછી અબાઉટ Google Chrome પર ક્લિક કરો.
-જો બ્રાઉઝરનું નવું વર્ઝન હશે તો તે દેખાશે. જે તમે ઇન્સ્ટોલ કરી શકો છો.
-Windows અને Mac યુઝર્સ માટે ક્રોમ વર્ઝન 130.0.6723.116/117 અને Linux માટે ક્રોમ વર્ઝન 130.0.6723.116 છે.
આ ચેતવણી સ્માર્ટફોન યુઝર્સને અસર કરી રહી નથી. તેથી તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.