Gold-Silver Price Today: વૈશ્વિક માર્કેટમાં સોનું સપ્તાની ઉચ્ચ સપાટી પર, શું 50,000 પાર જશે સોનું, જાણો એક્સપર્ટનો મત
હાજરમાં સોનું નજીવું વધીને $ 1,787.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું.
Gold-Silver Price 17 August: દેશમાં સોનાના ભાવ આજે સ્થિર રહ્યા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર સોનાનો કોન્ટ્રેક્ટ આજે સવારે 09.15 વાગ્યે રૂ. 47,230 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગયા સપ્તાહની શરૂઆતમાં અસ્થિર સત્ર બાદ સોનાના ભાવ સુધર્યા હતા. જોકે, છેલ્લા ટ્રેડિંગ સત્ર બાદ મંગળવારે ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. આજે તેના ભાવ 0.26 ટકા વધીને 62,620 રૂપિયા થયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ સપાટ રહ્યા હતા. સોનાનો ભાવ એક સપ્તાહની સર્વોચ્ચ સપાટીની નજીક રહ્યો. હાજરમાં સોનું નજીવું વધીને $ 1,787.90 પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું. યુએસ ગોલ્ડ વાયદો 0.1 ટકા ઘટીને 1,788.40 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. તે જ સમયે, ચાંદી 0.3 ટકા વધીને 23.89 ડોલર પ્રતિ ઔંસ હતી.
ફેડરલ રિઝર્વની જુલાઈ મહિનાની મીટિંગની રોકાણકારો રાહ જુએ છે
યુએસ ડોલર અન્ય કરન્સી સામે મજબૂત રહ્યો હતો. બુધવારે જાહેર થનારી ફેડરલ રિઝર્વની જુલાઈ બેઠકની મિનિટ્સની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટે જણાવ્યું હતું કે સોમવારે તેનું હોલ્ડિંગ 0.1 ટકા ઘટીને 1,020.63 ટન થયું હતું.
કિંમતો વધી શકે છે
રિલાયન્સ સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક શ્રીરામ અય્યરના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે એશિયન વેપારમાં આંતરરાષ્ટ્રીય હાજર અને વાયદા સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ટેકનીકલી એલબીએમએ ગોલ્ડ $ 1792-1805 ના સ્તર સુધી તેના અપટ્રેન્ડને ચાલુ રાખશે. સપોર્ટ $ 1774-1765 ના સ્તરે છે. LBMA ચાંદી $ 23 સ્તરથી ઉપર $ 24.10-25.22 ના સ્તર પર જઈ શકે છે.
ગંગાનગર કોમોડિટીઝ લિમિટેડ અમિત ખરેના જણાવ્યા અનુસાર, અમે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી સોના અને ચાંદીમાં શોર્ટ કવરિંગ રેલી જોઈ રહ્યા છીએ જે આગામી કેટલાક ટ્રેડિંગ સત્રો સુધી ચાલુ રહી શકે છે. MCX પર ગોલ્ડ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને નજીકના ગાળામાં રૂ. 47,000-48,000 ની રેન્જમાં રહેવાની ધારણા છે.