શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે રાજકોટ માટે 22 ઉમેદવારો કર્યા જાહેર, ક્યા ધુરંધરોને મળી ટિકિટ ? ભાજપમાંથી આવેલાં કયાં મહિલાને બનાવ્યાં ઉમેદવાર?
ભાજપ હજુ ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન કરી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સોમવારે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.
રાજકોટઃ ગુજરાતમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે તેથી રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તેજ બની છે.
ભાજપ હજુ ઉમેદવારોની પસંદગી અંગે મનોમંથન કરી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સોમવારે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે.
કોંગ્રેસે રાજકોટમાં 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. રાજકોટ મનપાની પ્રથમ યાદીમાં મોટા ભાગના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. રિપીટ ઉમેદવારમાં વિપક્ષના ભૂતપૂર્વ ઉપનેતા મનસુખ કાલરીયા , જાગૃતિબેન ડાંગર , વિજય વાંક , ઉર્વશીબા જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, દક્ષાબેન ભેંસણીયા, સિમ્મીબેન જાદવ , મકબુલ ડુડાણીનો સમાવેશ કર્યો છે. ભાજપમાંથી કોંગ્રેસમાં પ્રવેશ કરનાર દક્ષાબેન ભેંસણીયાને પણ ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર મકવાણા ભરતભાઇને પણ ટિકિટ આપી છે. ભરત મકવાણા 2000થી 2005ની ટર્મ દરમિયાન ડેપ્યુટી મેયર હતા.
કોંગ્રેસના રાજકોટના ઉમેદવારોની યાદી નીચે પ્રમાણે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement