શોધખોળ કરો
Advertisement
શું Facebookને Shoelaceથી ટક્કર આપશે Google? જાણો શું છે આ એપ?
આ વખતે કંપની ચૂપચાપ સોશિયલ મીડિયા સ્પેસમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહી છે કારણ કે ગુગલ પ્લસ સાથે કંપનીના મોટા દાવા પોકળ સાબિત થયા હતા.
ન્યૂયોર્કઃ ફેસબુકને ટક્કર આપવા માટે ગુગલે Google Plusની શરૂઆત કરી હતી પરંતુ એમ થઇ શક્યું નહી અને અંતમાં ગુગલ પ્લસને કંપનીએ શટડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. શું એકવાર ફરી ગુગલ સોશિયલ મીડિયા સ્પેસમાં આવવાની તૈયારી કરી રહી છે? આ વખતે કંપની ચૂપચાપ સોશિયલ મીડિયા સ્પેસમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહી છે કારણ કે ગુગલ પ્લસ સાથે કંપનીના મોટા દાવા પોકળ સાબિત થયા હતા.
ગુગલ હાલમાં Shoelace નામની એક સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ પર કામ કરી રહ્યું છે. એટલું જ નહી કંપનીએ તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. તેને કેટલાક યુઝર્સ ઇન્વાઇટ બેસિસ પર ઉપયોગ કરી રહ્યા છે. આ એક અલગ પ્રકારનું સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાની હોબી અનુસાર એકબીજાના મિત્રો બને છે અને નવા મિત્રો શોધે છે.
Shoelace એપ હાલમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ટેસ્ટ કરવામાં આવી રહી છે અને ફક્ત તે યુઝર જોઇન કરી શકે છે જેમની પાસે તેની ઇન્વાઇટ છે. તેને તમે ડેટિંગ એપ અને ફેસબુકના હાઇબ્રિડ રીતે જોઇ શકે છે કારણ કે તેમની પાસે તેનું ઇન્વાઇટ છે. તેને તમે ડેટિગ એપ અને ફેસબુકના હાઇબ્રિડ તરીકે જોઇ શકે છે. કારણ કે Shoelaceનું ધ્યાન લોકોને તેમની રૂચિ અનુસાર મેળવવાનો છે.
Shoelaceમાં ડેટિંગ એપ Tinderની જેમ મેચિંગ પ્રોસેસ છે. જે હેઠળ અન્યની પ્રોફાઇલ્સને સ્વાઇપ કરીને જોઇ શકાય છે. જોકે, આ એપનો હેતું લોકોને ડેટિંગમાં મદદ કરવાનો નથી પરંતુ નવા મિત્રો શોધવાનો છે પરંતુ જે રીતે લોકો Linked IN જેવા પ્લેટફોર્મને પણ ડેટિંગ માટે યુઝ કરે છે તો એવામાં મોટી વાત નથી કે જ્યારે લોકો તેને ડેટિંગ એપ તરીકે ટ્રીટ કરે.
Shoelaceને ગુગલ 120 લેબમાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે. ગુગલ એરિયા 120 લેબને સીક્રેટ માનવામાં આવે છે. આ ગુગલ 120 લેબ હેઠળ કંપની નવી ટેકનોલોજી પર કામ કરે છે અને અહીં અનેક એક્સ્પેરિમેન્ટલ પ્રોજેક્ટ પણ ચાલે છે. Shoelace એપના હોમ પેજ પર Supercharge your social life લખ્યું છે. આ એપની ફિચર્સની વાત કરવામાં આવે તો અહીં યુઝર્સને નવા લોકોને મળવાની તક મળશે. તે સિવાય પોતાની આસપાસ થઇ રહેલા ડેઇલી ઇવેન્ટ્સ અ એક્વિટી અંગેની માહિતી મળશે. અહીં લોકોને ઇનવાઇટ પણ કરી શકશો.ગુગલે આ અંગે હજુ સુધી કોઇ સતાવાર નિવેદન આપ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement