શોધખોળ કરો
ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 10 ટકાનો ઉછાળો, ત્રણ ગણો વધ્યો નફો
વાસ્તવમાં ગુરુવારે કંપનીએ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા ત્યારબાદ શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના પરિણામો જ આલ્ફાબેટના શેરમાં આવેલા ઉછાળાનું મુખ્ય કારણ છે
ન્યૂયોર્કઃ ગુગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 9.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે કંપનીની માર્કેટ વેલ્યૂ 75 અબજ ડોલર એટલે કે 5.17 લાખ કરોડ રૂપિયાથી વધીને 864.5 અબજ ડોલર એટલે કે 59.65 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. નોંધનીય છે કે જૂલાઇ 2015 બાદ હવે આલ્ફાબેટના શેરમાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. વાસ્તવમાં ગુરુવારે કંપનીએ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા ત્યારબાદ શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના પરિણામો જ આલ્ફાબેટના શેરમાં આવેલા ઉછાળાનું મુખ્ય કારણ છે.
છેલ્લા વર્ષે એટલે કે 2018ની સરખામણીએ 2019ની એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં આલ્ફાબેટનો નફો ત્રણ ગણો વધી ગયો છે. આલ્ફાબેટને એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં 9.9 અબજ ડોલર એટલે કે 68000 કરોડ રૂપિયાનો નફો થયો છે. કંપનીની રેવન્યૂમાં વધારો થયો છે. આ 19 ટકા વધીને 38.9 અબજ ડોલર થઇ ગયો છે. કંપનીના એડવરટાઇઝિંગ રેવન્યૂ 32.6 અબજ ડોલર થઇ ગયો છે. ગુગલના ક્લાઉડ બિઝનેસમાં સારો ગ્રોથ નોંધાયો હતો.
અમેરિકામાં સૌથી વધુ માર્કેટ વેલ્યૂ માઇક્રોસોફ્ટની છે. માઇક્રોસોફ્ટની માર્કેટ વેલ્યૂ 74.73 લાખ કરોડ રૂપિયાનો છે. અમેઝોન આ યાદીમાં બીજા સ્થાન પર છે. અમેઝોનની માર્કેટ વેલ્યૂ 66 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે એપ્પલની માર્કેટ વેલ્યૂ 65.95 લાખ કરોડ રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement