શોધખોળ કરો

GST On Hospital Room: હોસ્પિટલના રૂમના ભાડા પર GSTને કારણે સારવાર મોંઘી બની

ફિક્કીના પ્રમુખ સંજીવ મહેતાએ પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું કે આનાથી દર્દીઓની સારવાર મોંઘી થશે.

GSTના દરમાં વધારો થતાં હોસ્પિટલોમાં સારવાર હવે મોંઘી થઈ ગઈ છે. હોસ્પિટલોના નોન-આઈસીયુ રૂમ કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે તેમને 5% GST ચૂકવવો પડશે. હકીકતમાં, GST કાઉન્સિલની 28 થી 29 જૂન દરમિયાન મળેલી 47મી બેઠકમાં આ સંબંધમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જે આજથી 18 જુલાઈ, 2022 થી અમલમાં આવ્યો છે. જો કે GST કાઉન્સિલના આ નિર્ણયની પણ આકરી ટીકા થઈ રહી છે.

સારવાર મોંઘી થશે

હેલ્થકેર ઈન્ડસ્ટ્રીથી લઈને હોસ્પિટલ એસોસિએશન અને અન્ય હિતધારકો સરકાર પાસે આ નિર્ણયને પાછો ખેંચવાની સતત માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલોના પલંગ પર GST લાદવાના નિર્ણયને કારણે લોકોને સારવાર લેવી મોંઘી થઈ જશે. આ સાથે, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની સામે કમ્પ્લાયન્સ સંબંધિત મુદ્દાઓ ઉભા થશે કારણ કે અત્યાર સુધી હેલ્થકેર ઉદ્યોગને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી.

GST ની અસર

ધારો કે હોસ્પિટલના બેડનું એક દિવસનું ભાડું 5,000 રૂપિયા છે, તો 250 રૂપિયા GST તરીકે ચૂકવવા પડશે. જો દર્દીને બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો રૂમનું ભાડું 10,000 રૂપિયા અને GST સાથે 10.500 રૂપિયા હશે. દર્દીને જેટલો લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડશે, તેટલી મોંઘી સારવાર થશે.

GSTને કારણે મૂંઝવણ વધશે

ફિક્કીના પ્રમુખ સંજીવ મહેતાએ પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું કે આનાથી દર્દીઓની સારવાર મોંઘી થશે. ઉપરાંત, તેણે પત્રમાં લખ્યું છે કે હોસ્પિટલના રૂમનું ભાડું સારવાર માટે નક્કી કરાયેલા પેકેજ રેટનો એક ભાગ છે. અને પેકેજના એક ભાગ પર ટેક્સ લાદવાથી મૂંઝવણ ઊભી થશે, જે ખુદ સરકારના ઈરાદાની વિરુદ્ધ છે. સરકારે ખાનગી ક્ષેત્રને આયુષ્માન ભારત - GMJAY યોજના સહિત અન્ય આરોગ્યસંભાળ યોજનાઓમાં પેકેજ રેટ દ્વારા દર્દીઓને સારવારના સમગ્ર ખર્ચ વિશે માહિતી પ્રદાન કરવા જણાવ્યું છે. આનાથી સરકારના પ્રયાસોની સરળતાને પણ ફટકો પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget