(Source: ECI/ABP News/ABP Majha)
સુસાઇડ નોટમાં નામ હોવાથી અપરાધ સાબિત થતો નથીઃ હાઈકોર્ટ
એફઆઈઆર મુજબ, મનજીત લાલના પિતા જસવિન્દર લાલે આરોપ લગાવ્યો હતો કે મૃતકને થતી હેરાનગતિ તેના આત્મહત્યા પાછળનું કારણ હતું. મનજીતે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબના રહેવાસી સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ નોંધાયેલ FIR રદ કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે "માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાના કારણે ગુનાના ઘટકો બહાર ન આવે ત્યાં સુધી આરોપીનો અપરાધી સાબિત થતો નથી. ".
આ અરજી હરભજન સંધુ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં IPCની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ નોંધાયેલી FIRને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, 18 ફેબ્રુઆરી, 2019 ના રોજ મૃતક મનજીત લાલને અરજદારના સાળા, બલજિંદર કુમાર અને અન્ય 6-7 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં મનજીત લાલે આત્મહત્યા કરી લીધી હતી.
એફઆઈઆર મુજબ, મનજીત લાલના પિતા જસવિન્દર લાલે આરોપ લગાવ્યો હતો કે મૃતકને થતી હેરાનગતિ તેના આત્મહત્યા પાછળનું કારણ હતું. મનજીતે ગળેફાંસો ખાઈને પોતાનો જીવ લીધો હતો.
અરજદાર (હરભજન સંધુ)ના વકીલ ક્રિષ્ન સિંહ ડડવાલે દલીલ કરી હતી કે એફઆઈઆર અને સુસાઈડ નોટનું અવલોકન, જો સંપૂર્ણ રીતે સાચું માનવામાં આવે તો પણ, અરજદાર સામે આઈપીસીની કલમ 306 હેઠળ કોઈ ગુનો નહીં બને. તેમજ ઉશ્કેરણીનો પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે અરજદારને હુમલાની પ્રથમ 2019ની FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું ન હતું.
સરકારે આ મામલે રજૂઆત કરી હતી કે એફઆઈઆર અને સુસાઈડ નોટ સ્પષ્ટપણે પ્રસ્થાપિત કરે છે કે તે અરજદાર અને તેના સહ-આરોપીઓ હતા જેઓ મૃતકને ધમકાવતા હતા અને હેરાન કરતા હતા, જેના કારણે આખરે તેનું મૃત્યુ થયું હતું.
જસ્ટિસ બેદીએ કહ્યું હતું કે “માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાથી ગુનાના ઘટકો બહાર ન આવે ત્યાં સુધી આરોપીનો અપરાધ પોતે જ સ્થાપિત થશે નહીં. હાલના કિસ્સામાં, સ્યુસાઈડ નોટને એકદમ સાચી માનીને, તેમાંના આરોપો એવો ગુનો નથી કે જેના માટે અરજદાર સામે કાર્યવાહી થઈ શકે.”