શોધખોળ કરો
Advertisement
હીરોએ પ્લેઝરનું નવું મોડલ કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
કંપનીના આ સ્કૂટરમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આજથી જ તેનું બુકિંગ શરૂ થઈ રહ્યું છે અને વેચાણ મહિનાના અંતથી શરૂ થશે.
નવી દિલ્હીઃ ભારતીય ઓટોમેકર હીરો મોટોકોર્પે પ્લેઝરનું નવું મોડલ લોન્ચ કર્યું હતું. પ્લેઝર પ્લસ 110ની કિંમત 47,300 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) છે. કંપનીના આ સ્કૂટરમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આજથી જ તેનું બુકિંગ શરૂ થઈ રહ્યું છે અને વેચાણ મહિનાના અંતથી શરૂ થશે.
પ્લેઝરના હેન્ડલેમ્પની ડિઝાઇન પણ બદલવામાં આવ્યું છે અને તેમાં USB ચાર્જિંગ સ્લોટ પણ આપવામાં આવ્યા છે. આ સ્કૂટરમાં સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 8bhp અને 8.5Nm પીક ટોર્ક જનરેટ કરે છે. કંપનીએ તેમાં CVTનો યૂઝ કર્યો છે. શ્રેષ્ઠ બ્રેકિંગ પરફોર્મન્સ માટે તેમાં ફરજિયાત કરવામાં આવેલી ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2019 Hero Pleasure Plusની રિયર ડિઝાઈનમાં પણ બદલાવ જોવા મળ્યો છે. સ્કૂટરની ટેલ લાઇટ ડિઝાઇનમાં પણ બદલવા કરવામાં આવ્યો છે. આ બોડી કલર્ડ પેનલ છે, જે એક અલગ જ લૂક આપે છે. હીરો મોટોકોર્પે નવી પ્લેઝરની સાથે Hero Maestro Edge 125 પણ લોન્ચ કર્યું છે. જેની કિંમત આશરે 58,500 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)થી શરૂ થાય છે.The all-new Pleasure+ is priced at Rs. 47,300/- (Ex-showroom Delhi). #Pleasure pic.twitter.com/MHbk5SYVsV
— Hero MotoCorp (@HeroMotoCorp) May 13, 2019
The FI variant of the #MaestroEdge scooter is priced at Rs 62,700/-* while the i3S (Carb) variants are priced at Rs. 58,500/-* (Drum) and Rs. 60,000/-* (Disc) (Ex-showroom Delhi) pic.twitter.com/MLRA3OyPfF
— Hero MotoCorp (@HeroMotoCorp) May 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
અમદાવાદ
Advertisement