શોધખોળ કરો
Advertisement
Hero Splendor Plus થઈ આટલા રૂપિયા મોંઘી, આ બાઈક સાથે છે ટક્કર
આ પહેલા આ વર્ષે મે મહિનામાં બાઈકની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશની સૌતી મોટી ટૂ વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાની બીએસ6 એન્જિનવાળી Splendor Plus બાઈકની કિંમતમાં ફરી વધારો કર્યો છે. આ બાઇકની કિંમત હવે 60,500 રૂપિયાથી શરૂ થાય છે. હીરોએ આ બાઈકના તમામ વેરિયન્ટ્સની કિંમતમાં વધારો કર્યો છે. કિંમત વધારવા પર બાઈકમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી.
આ છે નવી કિંમત
Hero Splendor Plus માર્કેટમાં ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કંપનીએ તેના તમામ વેરિયન્ટ પર 150 રૂપિયા વધાર્યા છે. આ બાઈકના કિક સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત પહેલા 60,350 રૂપિયા હતી જે હવે વધીને 60,500 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે તેના સેલ્ફ સ્ટાર્ટ વેરિયન્ટની કિંમત પહેલા 62,650 રૂપિયા હતી જે વધીને 62,800 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત સ્પ્લેન્ડર પ્લસ સેલ્ઠ સ્ટાર્ટ i3S વેરિયન્ટની કિંમત પહેલા 63,860 રૂપિયા હતી જે હવે વધીને 64,010 રૂપિયા થઈ ગઈ છે.
મે મહિનામાં વધાર્યા હતા ભાવ
આ પહેલા આ વર્ષે મે મહિનામાં બાઈકની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે કંપનીએ આ બાઈક્સ પર 750 રૂપિયા સુધી વધારો કર્યો હતો. એન્જિનની વાત કરીએ તો બાઈકમાં 97.2cc, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8,000rpm પર 7.8 bhp નો પાવર અને 6,000rpm પર 8.05Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. બાઈકમાં ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે.
TVS Radeon સાથે થશે સ્પર્ધા
Hero Splendor Plusની સીધી સ્પર્ધા TVS Radeon સાથે થશે. Radeon બાઇકને ખાસ નાના શહેર અને ગામડાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. બાઇકની કિંમત 58 હજાર રૂપિયાથી લઈને 65 હજાર રૂપિયાની વચ્ચે છે. તેની સીટ સોફ્ટ અને આરામદાયક છે જના કારણે બાઇક પર લાંબો પ્રવાસ કરવામાં કોઈ મુશ્કેલી નથી આવતી. એ્જિનની વાત કરીએ તો બાઈકમાં 109.7 સીસીનું ડ્યૂરા-લાઇફ એન્જિન આપવામાં આવ્યું છે જે 9.5 bhpનો પાવર અને 8.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. એક લીટર પેટ્રોલમાં આ બાઈક 69.3 કિલોમીટરની માઈલેજ આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement