Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ'
જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.
LIVE
![Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ' Hindenburg Research Live Updates: હિંડનબર્ગના રિપોર્ટ પર ભાજપનો પ્રહાર, રવિશંકર પ્રસાદે કહ્યુ- 'આર્થિક અરાજકતા લાવવાનો પ્રયાસ'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/11/c55e66cad74460b26991291d4080b784172339429041925_original.jpg)
Background
Hindenburg Research Live Updates: હિંડનબર્ગ રિસર્ચે તાજેતરના રિપોર્ટમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર કથિત અદાણી કૌભાંડ સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂક્યો હતો. આ અંગે દંપત્તિ અને અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી હતી. જો કે, ફરી એકવાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચે ઘણા નવા મહત્વના સવાલો ઉઠાવ્યા હતા.
હિંડનબર્ગે આરોપ લગાવ્યો હતો કે સેબીએ જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપ પર કરેલા ખુલાસા પર હજુ સુધી કોઈ પગલાં લીધાં નથી. તેમનો આરોપ છે કે આ તપાસ માત્ર એટલા માટે કરવામાં આવી નથી કારણ કે સેબીના વડા અને અદાણી જૂથના હિત એકબીજા સાથે જોડાયેલા હતા.
દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે
હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટ પર બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ, તેના સાથી પક્ષો અને ટૂલકિટ ગેંગે સાથે મળીને દેશમાં અરાજકતા અને અસ્થિરતા લાવવાનું ષડયંત્ર રચ્યું છે. તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટ શનિવારે જાહેર થાય છે અને રવિવારે હોબાળો થાય છે. તેથી સોમવારે મૂડીબજારમાં અસ્થિરતા આવે છે. તેમણે કહ્યું કે ભારત શેરબજાર મામલે સુરક્ષિત, સ્થિર અને આશાસ્પદ બજાર છે. બજારને સરળ રીતે ચલાવવાની કાનૂની જવાબદારી સેબીની છે. જ્યારે સેબીએ તેની તપાસ પૂર્ણ કર્યા પછી જૂલાઈમાં હિંડનબર્ગને નોટિસ જાહેર કરી ત્યારે તેણે પોતાના બચાવમાં કોઈ જવાબ આપ્યા વિના આ હુમલો કર્યો, જે પાયાવિહોણો આક્ષેપો છે. સેબીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરી હતી.
#WATCH | On the recent report of Hindenburg Research, BJP MP Ravi Shankar Prasad says, "...After being rebuffed by the people of India, the Congress party, its allies and the toolkit gang have conspired together to usher in economic anarchy and instability in India? Hindenburg… pic.twitter.com/2BFRRfgbBm
— ANI (@ANI) August 12, 2024
પવન ખેરાએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન ?
કોંગ્રેસના નેતા પવન ખેડાએ હિંડનબર્ગના રિપોર્ટ પર કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે હિંડનબર્ગ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સેબી, વડાપ્રધાન અને નિર્મલા સીતારમણ ક્યારે જવાબ આપશે? અમે તે તારીખની રાહ જોઈ રહ્યા છીએ. શું તેમણે એ વાતનો જવાબ આપ્યો કે સેબીના ચેરમેન બન્યા પછી પણ તેમણે તેમના ઈમેલ આઈડી પરથી પૈસા માટે મેઈલ મોકલ્યા હતા? સેબીના ચેરમેન બનતા પહેલા, શું તેમણે વિદેશી કંપનીઓમાં તેમના રોકાણનો ખુલાસો કર્યો હતો? શું ભારત સરકારને શંકા હતી કે તેમની કંપનીઓએ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીની વિદેશી કંપનીઓમાં રોકાણ કર્યું છે? જો તેમની પાસે આવી માહિતી હતી તો પછી તેમને સેબીના ચેરમેન કેમ બનાવવામાં આવ્યા? જો તેમની પાસે માહિતી ન હતી તો પછી તેઓ સત્તામાં શું કરી રહ્યા છે? જો તેમને આ ખબર ન હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.
#WATCH | On Hindenburg report and allegations therein, Congress leader Pawan Khera says, "...When will SEBI, PM and Nirmala Sitharaman give a point-wise reply to the factual and point-wise issues raised by Hindenburg? We are waiting for that date...Did she respond on Agora? Did… pic.twitter.com/xxx8G9QhuU
— ANI (@ANI) August 12, 2024
હિંડનબર્ગ મામલે કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે શું કહ્યુ?
#WATCH | On the latest report from Hindenburg Research, AICC General Secretary and MP, KC Venugopal says, "It was a really shocking situation when the SEBI chairperson itself is involved in this entire episode. We are demanding a JPC inquiry on it. Earlier also, we demanded a JPC… pic.twitter.com/chphG39SQ1
— ANI (@ANI) August 12, 2024
હિંડનબર્ગ મામલે ભાજપ સાંસદ ગિરિરાજ સિંહે શું કહ્યું
હિંડનબર્ગનો નવો રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીને દેશનો દુશ્મન પણ ગણાવ્યો હતો.
#WATCH | On Congress demanding JPC probe into Hindenburg report and allegations therein, Union Minister Giriraj Singh says, "Rahul Gandhi and Jairam Ramesh is the gang that defame the country. Hindenburg defames us. We won't tolerate country's defamation. They are enemies of the… pic.twitter.com/tyLe7ZydhD
— ANI (@ANI) August 12, 2024
પત્રકારો સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યું હતું કે "રાહુલ ગાંધી શરૂઆતથી જ અફવાઓ ફેલાવતા આવ્યા છે. તેઓ દેશના દુશ્મન છે, દેશનો કોઈ પણ દુશ્મન જ અફવા ફેલાવે છે. ક્યારેક તેઓ વિદેશમાં જઈને તેમને વિદેશમાં ફેલાવે છે, હવે તે દેશની અંદર ફેલાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી અને જયરામ રમેશ દેશને બદનામ કરી રહ્યા છે. હિંડનબર્ગ સામે કડક પગલાં લેવા જોઈએ. કેટલાક લોકો દેશને બદનામ કરી રહ્યા છે. કેટલાક લોકો દેશદ્રોહી તરીકે કામ કરી રહ્યા છે.
‘કેટલાક લોકો દેશને બદનામ કરવાનું કામ કરે છે’
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે હિંડનબર્ગના રિપોર્ટ પર કહ્યું હતું કે ભારતમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. ઘણા લોકો વિચારે છે કે મોદીજીના નેતૃત્વમાં દેશ આટલી પ્રગતિ કેવી રીતે કરી રહ્યો છે? એટલા માટે ઘણી વખત કેટલાક લોકો દેશને બદનામ કરવા માટે આવી વસ્તુઓ લાવે છે.
#WATCH | On Hindenburg report, Union Minister Arjun Ram Meghwal says, "India has seen a fast-paced development in the last 10 years. Some people or countries in the world who want to stall India's development get such reports published." pic.twitter.com/f1cc7orzdx
— ANI (@ANI) August 12, 2024
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)