UPI New Rules: હવે આ બેન્ક UPI પેમેન્ટ પર વસૂલશે ચાર્જ, આ ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો
આ નવો નિયમ 1 ઓગસ્ટ, એટલે કે આવતીકાલથી લાગુ થવા જઈ રહ્યો છે. ચાલો પહેલા જાણીએ કે કેટલો ચાર્જ વસૂલવામાં આવશે અને તે વસૂલવાના નિયમો શું

દેશની અગ્રણી ખાનગી બેન્ક ICICI એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે યુઝર્સ અથવા પેમેન્ટ એગ્રીગેટર્સ (PA) પાસેથી પેમેન્ટ કરવા પર ટ્રાન્જેક્શન ફી વસૂલવામાં આવશે. આ નવો નિયમ 1 ઓગસ્ટ, એટલે કે આવતીકાલથી લાગુ થવા જઈ રહ્યો છે. જોકે, આ ચાર્જ ફક્ત વેપારીના ખાતામાંથી જ લેવામાં આવશે. અહીં મર્ચન્ટને બિઝનેસમેન સંબોધવામાં આવે છે. દુકાનદારો, રેસ્ટોરન્ટ વગેરે જેવા બિઝનેસમેન. ચાલો પહેલા જાણીએ કે કેટલો ચાર્જ વસૂલવામાં આવશે અને તે વસૂલવાના નિયમો શું છે?
કેટલો ચાર્જ ચૂકવવો પડશે?
જો કોઈ યુઝરનું ICICI બેન્ક PAમાં એસ્ક્રો એકાઉન્ટ છે, તો તેની પાસેથી પ્રતિ ટ્રાન્જેક્શન 0.02 ટકા ચાર્જ વસૂલવામાં આવશે.
આ ચાર્જની મહત્તમ મર્યાદા 6 રૂપિયાથી વધુ નહીં હોય.
બીજી બાજુ જેમની પાસે ICICI બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ નથી, તેમની પાસેથી 0.04 ટકા ચાર્જ વસૂલ કરી શકાય છે.
આ સ્થિતિમાં મહત્તમ ચાર્જ પ્રતિ ટ્રાન્જેક્શન 10 રૂપિયાથી વધુ નહીં હોય.
તમારે ચાર્જ ક્યારે ચૂકવવો પડશે નહીં
જો કોઈ ટ્રાન્જેક્શન સીધા મર્ચન્ટના ICICI બેંકમાં ટ્રાન્સફર થાય છે, તો આવી સ્થિતિમાં તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
શા માટે ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે?
સરકાર તરફથી કોઈપણ ઉદ્યોગપતિ પાસેથી (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલતી નથી. તે હાલમાં શૂન્ય છે. પરંતુ NPCI બેન્કો પાસેથી સ્વિચ ફી વસૂલ કરે છે. કેટલીક બેન્કો પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી આ ફી વસૂલ કરી રહી છે.
UPI ના આ નિયમો બદલાશે
બેલેન્સ ચેક મર્યાદા
એક એપમાં બેન્ક એકાઉન્ટ ચેક કરવું
ઓટોપે નક્કી કરેલા સમય પર જ
પેમેન્ટ્સ સ્ટેટ્સ ચેક કરવામાં લિમિટ
પેમેન્ટ રિવર્સલમાં લિમિટ
UPI પેમેન્ટ પર આ લિમિટ એટલા માટે લાદવામાં આવી છે જેથી યુઝર્સને મહત્વપૂર્ણ પેમેન્ટ પર કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. તાજેતરમાં યુઝર્સને યુપીઆઇ પેમેન્ટ કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. UPI સર્વર દરરોજ ડાઉન થતું હતું. NPCI એ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે.





















