ITR Filing: ઓછી અવાક હોવા છતાં ઈન્ક્મટેક્સ રિટર્ન જરૂર ફાઈલ કરો, આ 4 ફાયદાઓ થશે
Income Tax Return: ઓછી અવાક હોવા છતાં ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઈલ કરવાના ઘણા લાભ છે.
ITR Filing Benefits: નાણાકીય વર્ષ 2021-2022 એટલે કે અને આકારણી વર્ષ 2022-2023 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. તમારે આ મહત્વપૂર્ણ કાર્ય 31મી જુલાઈ 2022 પહેલા પૂર્ણ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે જેમનો પગાર ટેક્સેબલ ઈન્કમ હેઠળ આવે છે તેમના માટે ITR ફાઈલ કરવું ફરજિયાત છે. બીજી તરફ જેમનો પગાર ટેક્સ સ્લેબ કરતા ઓછો છે, તો તેને ફાઇલ કરવાની જરૂર નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ઓછો પગાર હોવા છતાં પણ ITR ફાઇલ કરવું જરૂરી છે.
જો તમે ITR ફાઇલ કરવાના ફાયદા વિશે જાણતા નથી, તો અમે તમને તેના વિશે જણાવીએ છીએ. ઓછી અવાક હોવા છતાં તમાટે ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઈલ કરવું જોઈએ. ITR ફાઇલ કરવાના 4 મોટા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1. લોન લેવામાં સરળતા રહે છે
જ્યારે પણ તમે કોઈપણ બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લોન લેવા જાઓ છો, ત્યારે સૌથી પહેલા તમારી પાસે ઈન્કમ ટેક્સ રિટર્નની માંગણી કરવામાં આવશે. ITR ફાઇલ કર્યા પછી તમારી આવકની ચકાસણી કરવામાં આવે છે અને લોનની રકમ તમારી આવક અનુસાર નક્કી કરવામાં આવે છે.
2. વેપાર કરવામાં મદદ મળે છે
જ્યારે પણ કોઈ સરકારી સંસ્થા કોઈ કંપની સાથે બિઝનેસ કરે છે, ત્યારે આવી સ્થિતિમાં તે બિઝનેસનો ITR ચેક કરે છે. જો તમારી પાસે છેલ્લા બે વર્ષના ITR છે, તો તે તમને બિઝનેસ કરવામાં મદદ મળશે.
3. મિલકતની ખરીદી અને વેચાણમાં સરળતા રહે છે
કોઈપણ મિલકત ખરીદવા અને વેચવા માટે આજકાલ ITR જરૂરી છે. ITR ફાઈલ કર્યા બાદ આવા કેસમાં આવકવેરાની નોટિસની ધમકીનો સામનો કરવો નહીં પડે.
4. વીમો લેવામાં સરળતા રહે છે
કંપનીઓ કોઈપણ મોટા વીમા કવર લેવા માટે ઘણી વખત ITR માંગે છે. આ સાથે, કંપની તમારી વાર્ષિક આવક કેટલી છે તેની તપાસ કરે છે અને પછી તેના આધારે તમને વીમા કવચ આપે છે.