શોધખોળ કરો

ચૂંટણી 2024

(Source:  ECI | ABP NEWS)

શેર બજાર ક્રેશ થતા રોકાણકારને મોટો ફટકો પડ્યો, થોડી જ મિનિટોમાં 7.59 લાખ કરોડ રૂપિયા ધોવાયા

ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક અને ટેક મહિન્દ્રા સેન્સેક્સમાં ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ હતા. સેન્સેક્સમાં 3.96 ટકાનો મોટો ઘટાડો શરૂઆતમાં જ આવ્યો હતો.

Share Market Crash: શેરબજારના આજના ઘટાડામાં, રોકાણકારોને જબરદસ્ત આંચકો લાગ્યો છે અને તેમની અંદાજે આઠ લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડાથી રોકાણકારોની રૂ. 7.59 લાખ કરોડની કમાણી સાફ થઈ ગઈ છે. રોકાણકારોની સંપત્તિ ગઈ કાલે રૂ. 255.68 કરોડની હતી તે આજે ઘટીને રૂ. 248.09 લાખ કરોડ થઈ છે. આ રીતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.59 લાખ કરોડનો ઘટાડો થયો છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે શેરબજારમાં કડાકો

આજે સ્થાનિક બજારમાં રોકાણકારોએ શરૂઆતની મિનિટોમાં જ રૂ. 7.5 લાખ કરોડ ગુમાવ્યા અને તેનું કારણ એ હતું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન પર લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. આ સમાચારનો સમય બજારની શરૂઆતની આસપાસનો હતો અને તેની અસર શેરબજારમાં જબરદસ્ત ઘટાડાના રૂપમાં જોવા મળી હતી.

શેરોમાં ઘટાડો

ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક અને ટેક મહિન્દ્રા સેન્સેક્સમાં ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ હતા. સેન્સેક્સમાં 3.96 ટકાનો મોટો ઘટાડો શરૂઆતમાં જ આવ્યો હતો. સેન્સેક્સના તમામ સેક્શન લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તૂટ્યા હતા

BSEના તમામ 19 ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાથી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BSE બેન્ક 1108 પોઈન્ટ ઘટીને 41,812 પર અને BSE IT ઈન્ડેક્સ 916 પોઈન્ટ ઘટીને 32,963 પર હતો.

શરૂઆતની મિનિટોમાં બજાર તૂટી ગયું હતું

શેરબજારમાં ચારેબાજુ વેચવાલી અને ગભરાટના સેન્ટિમેન્ટ્સ દ્વારા હજુ પણ લાલ નિશાન છવાયેલું છે. ખુલતા સમયે નિફ્ટીના 50માંથી 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક નિફ્ટી 1000 પોઈન્ટ તોડીને 2.69 ટકાના ઘટાડા સાથે 36422 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

ઈન્ટ્રાડેમાં માર્કેટ 2000 પોઈન્ટથી વધુ તૂટ્યું

આજે બજાર ખુલ્યાના અડધા કલાકમાં જ સેન્સેક્સ 2,020.90 પોઈન્ટ્સ અથવા 3.53 ટકાના ઘટાડા સાથે 55,211.16 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય નિફ્ટી 594.40 પોઈન્ટ્સ અથવા 3.48 ટકાના જંગી ઘટાડા પછી 16,468 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

માર્કેટ ઓપનિંગ નેગેટિવ હતું

શેરબજારની શરૂઆતની જ વાત કરીએ તો સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 514 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi on Rahul Gandhi | હરિયાણામાં પ્રચંડ જીત બાદ PM મોદીના રાહુલ ગાંધી પર સીધો પ્રહારHu to Bolish | હું તો બોલીશ | હાર-જીતનું પોસ્ટમોર્ટમPorbandar Video : 20 તોલા સોનાના દાગીના પહેરી અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મહેર સમાજની મહિલાઓ મણિયારો રાસની રમઝટ બોલાવીManiyaro Raas | પોરબંદરમાં મહેર યુવાનોએ મણિયારો રાસની રમઝટ બોલાવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'ગીતાની ધરતી પર સત્ય અને વિકાસની જીત', હરિયાણા ચૂંટણીમાં જીત બાદ બોલ્યા PM મોદી
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
'હું હરિયાણાને નમન કરું છું', ચૂંટણી પરિણામો પછી PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા, J&K પર કહી આ વાત 
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
Jalebi History: કયા દેશની મીઠાઇ છે 'જલેબી', કઇ રીતે ભારતમાં આવી ? જાણો જલેબીનો ઇતિહાસ
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
460, 521, 603...જમ્મુ-કાશ્મીરની આ બેઠકો પર 1000 મતોથી થઈ હાર-જીત, જુઓ આંકડા 
Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....
Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....
આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર 
આ બેઠક પર માત્ર 32 મતે થઈ હાર-જીત, પૂર્વ કેંદ્રીય મંત્રીના દિકરાને મળી હાર 
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...
આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?
આરઝી હકૂમતે માત્ર પાંચ જ દિવસમાં રાજકોટના જૂનાગઢ હાઉસનો કબજો લીધો, જાણો પછી શું થયું ?
Embed widget