Bank Holiday: આગામી ચાર દિવસ બેન્કોમાં રજા, 10 થી 13 ઓક્ટોબર સુધી કામકાજ રહેશે બંધ, જુઓ પુરેપુરુ લિસ્ટ....
Bank Holiday List 2024: ઓક્ટોબર મહિનો તહેવારોથી ભરેલો મહિનો છે. આ મહિનામાં 15 દિવસ બેંકોમાં રજા રહેશે. જેમાં વિજયાદશમી અને દિવાળીના મોટા તહેવારોનો પણ સમાવેશ થાય છે
Bank Holiday List 2024: ઓક્ટોબર મહિનો તહેવારોથી ભરેલો મહિનો છે. આ મહિનામાં 15 દિવસ બેંકોમાં રજા રહેશે. જેમાં વિજયાદશમી અને દિવાળીના મોટા તહેવારોનો પણ સમાવેશ થાય છે. આ રજાઓના કારણે બેંકોમાં લાંબો વીકએન્ડ છે, જેમાં બેન્કો સતત 4 દિવસ બંધ રહેશે. આવી સ્થિતિમાં બેન્ક સંબંધિત કોઈપણ કામ માટે શાખામાં જતા પહેલા તમારે ચોક્કસપણે રજાઓનું લિસ્ટ તપાસવી જોઈએ, જેથી તમારો કિંમતી સમય વેડફાય નહીં.
આ 4 દિવસ બંધ રહેશે બેન્કો
ઓક્ટોબર મહિનામાં આવતી કુલ 15 દિવસની રજાઓમાં મહિનાના બીજા-ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાં ચોક્કસ તહેવારોને કારણે બેંકો પણ બંધ છે. દશેરાના તહેવાર માટે ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળમાં 10, 11, 12 અને 13 ઓક્ટોબરના રોજ બેન્કો સતત 4 દિવસ બંધ રહેશે, જ્યારે સિક્કિમમાં 11, 12, 13 અને 14 ઓક્ટોબર સુધી લાંબો વીકએન્ડ છે.
જુઓ બેંકોમાં રજાની યાદી -
10 ઓક્ટોબર - ગુરુવાર - ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ, બંગાળમાં દુર્ગા પૂજા/મહા સપ્તમીને લઈને બેંકો બંધ રહેશે.
11 ઓક્ટોબર - શુક્રવાર - મહાષ્ટમી/મહાનવમી/આયુધ પૂજા/દુર્ગા અષ્ટમીના અવસર પર ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, બંગાળ, બિહારમાં બેંકોમાં રજા રહેશે.
12 ઓક્ટોબર - શનિવાર - દશેરા અને મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશની તમામ બેંકો બંધ રહેશે.
13 ઓક્ટોબર - રવિવાર - રવિવારના દિવસે દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
14 ઓક્ટોબર - સોમવાર - દુર્ગા પૂજા (દસૈન)ના કારણે સિક્કિમમાં રજા રહેશે.
16 ઓક્ટોબર - બુધવાર - લક્ષ્મી પૂજાના તહેવારને કારણે ત્રિપુરા અને બંગાળની બેંકોમાં રજા રહેશે.
17 ઓક્ટોબર - ગુરુવાર - મહર્ષિ વાલ્મિકી જયંતીના અવસર પર કર્ણાટક, આસામ અને હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
20 ઓક્ટોબર - રવિવાર - રવિવારના દિવસે દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
26 ઓક્ટોબર - શનિવાર - પરિગ્રહણ દિવસ અને ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંકો બંધ રહેશે.
27 ઓક્ટોબર - રવિવાર - રવિવારના દિવસે દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
31 ઓક્ટોબર - ગુરુવાર - નરક ચતુર્દશી અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ હોવાથી બેંકોમાં રજા રહેશે.
આ પણ વાંચો
ભારતમાં લગ્નની સીઝન: બિઝનેસ, બિઝનેસ અને માત્ર બિઝનેસ