શેરબજારમાં રોકાણકારો પર થશે પૈસાનો વરસાદ, આવતા અઠવાડિયે આવી રહ્યા છે 8 IPO; ફટાફટ ચેક કરો GMP
Upcoming IPO: 1 સપ્ટેમ્બરથી શરૂ થતા બિઝનેસ સપ્તાહમાં આઠ નવા IPO લોન્ચ થઈ રહ્યા છે. આમાંથી એક મેઈનબોર્ડ ઈશ્યૂ છે, જ્યારે સાત SME સેગમેન્ટના છે. આમાંથી, અમાંતા હેલ્થકેરનો IPO મેઈનબોર્ડ ઈશ્યૂ છે

Upcoming IPO in the First Week of September 2025: સપ્ટેમ્બર મહિનો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે આગામી ટ્રેડિંગ સપ્તાહ પણ શરૂ થઈ રહ્યો છે. આ સપ્તાહમાં કુલ આઠ કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આમાંથી એક મેઈનબોર્ડ IPO છે, જ્યારે બાકીના પાંચ SME સેગમેન્ટના છે. ચાલો આ IPOs વિશે થોડી વિગતવાર માહિતી મેળવીએ:
અમાન્તા હેલ્થકેર IPO
અમાન્તા હેલ્થકેર IPO ₹૧૨૬ કરોડનો એક મેઈનબોર્ડ ઇશ્યુ છે. આ IPO ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ બંધ થશે. આમાં ૧.૦૦ કરોડ શેરનો ફ્રેશ ઇશ્યુ છે. તેની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર ₹૧૨૦ થી ₹૧૨૬ નક્કી કરવામાં આવી છે. શેરની ફાળવણી ૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ થવાની અપેક્ષા છે અને સંભવિત લિસ્ટિંગ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ થઈ શકે છે. આ IPO ગ્રે માર્કેટમાં ₹૨૫ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.
રચિત પ્રિન્ટ્સ IPO
પ્રિન્ટિંગ અને પેકેજિંગ કંપની રચિત પ્રિન્ટ્સ (Rachit Prints IPO) ૧ સપ્ટેમ્બરે પોતાનો IPO લઈને આવી રહી છે. રોકાણકારો ૩ સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. આ એક SME સેગમેન્ટનો IPO છે. કંપનીનો ઉદ્દેશ IPO દ્વારા ૦.૧૩ કરોડ નવા શેર ઇશ્યુ કરીને ₹૧૯.૪૯ કરોડ એકત્ર કરવાનો છે. પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર ₹૧૪૦ થી ₹૧૪૯ નક્કી કરવામાં આવી છે.
ગોયલ કન્સ્ટ્રક્શનનો IPO
ગોયલ કન્સ્ટ્રક્શનનો IPO (Goel Construction IPO) ૨ સપ્ટેમ્બરના રોજ લોન્ચ થવાનો છે અને ૪ સપ્ટેમ્બરે બંધ થશે. તેનો ઇશ્યુ સાઈઝ ₹૯૯.૭૭ કરોડ છે, જેમાં ₹૮૦.૮૧ કરોડના નવા શેર અને ₹૧૮.૯૬ કરોડનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. શેરની કિંમત ₹૨૪૯ થી ₹૨૬૨ ની વચ્ચે છે.
ઓપ્ટિવલ્યુ ટેક કન્સલ્ટિંગ IPO
આઈટી સર્વિસ અને કન્સલ્ટિંગ ફર્મ ઓપ્ટિવલ્યુ ટેક (Optivalue Tek Consulting IPO) ૨ સપ્ટેમ્બરથી ૪ સપ્ટેમ્બરની વચ્ચે પોતાનો IPO લઈને આવી રહી છે. કંપની ૬૧.૬૯ લાખ શેર ઇશ્યુ કરીને ₹૫૧.૮૨ કરોડ એકત્ર કરવા માગે છે. તેની પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર ₹૮૦ થી ₹૮૪ નક્કી કરવામાં આવી છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ (૩,૨૦૦ શેર) માટે બોલી લગાવવી પડશે.
ઓસ્ટર સિસ્ટમ્સ IPO
ટેક્નોલોજી સોલ્યુશન પ્રોવાઈડર ઓસ્ટર સિસ્ટમ્સનો IPO (Austere Systems IPO) ૩ સપ્ટેમ્બરે ખુલશે. તેના માટે ૮ સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. કંપની પ્રતિ શેર ₹૫૨ થી ₹૫૫ ની કિંમતવાળા ૨૮.૩ લાખ શેરના ફ્રેશ ઇશ્યુ દ્વારા ₹૧૫.૫૭ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
શારવ્યા મેટલ્સનો IPO
એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સના વ્યવસાયમાં રહેલી શારવયા મેટલ્સનો IPO (Sharvaya Metals IPO) ૪ સપ્ટેમ્બરે લોન્ચ થશે અને ૯ સપ્ટેમ્બરે બંધ થશે. ઇશ્યુનું કદ ₹૫૮.૮૦ કરોડ છે, જેમાં ₹૪૯ કરોડનો નવો ઇશ્યુ અને ₹૯.૮૦ કરોડનો OFS સામેલ છે.
વિગોર પ્લાસ્ટ ઇન્ડિયાનો IPO
પ્લાસ્ટિક પેકેજિંગ બનાવતી કંપની વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા (Vigor Plast India IPO) પણ ૪ સપ્ટેમ્બરથી ૯ સપ્ટેમ્બરની વચ્ચે પોતાનો IPO લઈને આવી રહી છે. કંપની ₹૨૫.૧૦ કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ઇશ્યુમાં ₹૨૦.૨૪ કરોડના નવા શેર અને ₹૪.૮૬ કરોડનો OFS સામેલ છે. આમાં પ્રાઈસ બેન્ડ પ્રતિ શેર ₹૭૭ થી ₹૮૧ નક્કી કરવામાં આવી છે.
વશિષ્ઠ લક્ઝરી ફેશનનો IPO
વશિષ્ઠ લક્ઝરી ફેશનનો IPO (Vashishtha Luxury Fashion IPO) ૫ સપ્ટેમ્બરે ઓપન થઈ રહ્યો છે. આમાં ૧૨૦૦ શેરનો એક લોટ બનાવવામાં આવ્યો છે. પ્રાઈસ બેન્ડ ₹૧૦૯ થી ₹૧૧૧ નક્કી કરવામાં આવી છે.
ડિસ્ક્લેમર: (અહીં આપેલી માહિતી ફક્ત સૂચના માટે છે. અહીં એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા લગાવતા પહેલાં હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com દ્વારા કોઈને પણ પૈસા લગાવવાની સલાહ ક્યારેય આપવામાં આવતી નથી.)





















