શોધખોળ કરો

Insurance Charges: બદલાઇ ગયા ઇન્શ્યોરન્સ સરેન્ડર ચાર્જના નિયમો, ઇરડાએ જાહેર કરી ગાઇડલાઇન

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ આ માટે ઘણા નવા નિયમો નોટિફાઇ કર્યા છે. IRDA દ્વારા સૂચિત નિયમોમાં પોલિસી સરેન્ડર ચાર્જીસ સંબંધિત નિયમોનો પણ સમાવેશ થાય છે.

ઝડપથી બદલાતા વીમા ક્ષેત્રમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ આ માટે ઘણા નવા નિયમો નોટિફાઇ કર્યા છે. IRDA દ્વારા સૂચિત નિયમોમાં પોલિસી સરેન્ડર ચાર્જીસ સંબંધિત નિયમોનો પણ સમાવેશ થાય છે.

આ કારણે મર્જર કરવામાં આવ્યું હતું

IRDA એ એક નિવેદનમાં નવા નિયમોને નોટિફાઇ કરવા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે IRDA (ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ) રેગ્યુલેશન્સ 2024માં છ રેગ્યુલેશન્સને એક યુનિફાઇડ ફ્રેમવર્કમમાં મર્જ કરવામાં આવ્યા છે. વીમા નિયમનકારનું કહેવું છે કે વિવિધ નિયમોને મર્જ કરવાનો હેતુ વીમા કંપનીઓને બજારની ઝડપથી બદલાતી માંગને પહોંચી વળવા, વ્યવસાય કરવાનું સરળ બનાવવા અને વીમાની પહોંચને વિસ્તૃત કરવા સક્ષમ બનાવવાનો છે.

ફેરફારો 1 એપ્રિલથી લાગુ થશે

વીમા નિયમનકાર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો 1 એપ્રિલ, 2024 એટલે કે નવા નાણાકીય વર્ષથી લાગુ થવા જઈ રહ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 થોડા દિવસો પછી 31મી માર્ચે સમાપ્ત થઈ રહ્યું છે. તે પછી નવું નાણાકીય વર્ષ 2024-25 1 એપ્રિલ 2024થી શરૂ થશે. IRDA અનુસાર, નવા નિયમોનો અમલ એ સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ શ્રેષ્ઠ મેનેજમેન્ટ પ્રેક્ટિસનું પાલન કરે છે.

વધી જશે સરેન્ડર વેલ્યૂ

IRDA ના નવા નિયમોમાં જે ફેરફાર થયા હતા તેમાં એક પ્રમુખ ફેરફાર પોલિસી સરેન્ડર પર લાગનાર ચાર્જને લઇને છે. જો કોઈ વીમા ધારક તેની વીમા પૉલિસી પાકતી તારીખ પહેલાં બંધ કરી દે છે તો વીમા કંપનીઓ તેના માટે અમુક ચાર્જ વસૂલે છે, જેને પૉલિસી સરેન્ડર ચાર્જ કહેવાય છે. IRDA અનુસાર, હવે જો કોઈ વીમાધારક ચોથાથી સાતમા વર્ષમાં પોલિસી સરેન્ડર કરે છે, તો સરેન્જર ચાર્જ થોડો વધારો થઈ શકે છે.

આ મહિને મહત્વની બેઠક યોજાઈ હતી

વીમા નિયમનકારે આ મહિને વિવિધ રેગ્યુલન્સને મર્જ કરવાની મંજૂરી આપી હતી. IRDA એ 19 માર્ચે એક બેઠક યોજી હતી, જેમાં આઠ સિદ્ધાંતો પર આધારિત કંસોલિડેટેડ રેગ્યુલેશનને મંજૂરી આપવામાં આવી હતી. તે પહેલાં, નિયમનકારે વીમા ક્ષેત્રના નિયમનકારી માળખાની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી, ત્યારબાદ ફેરફારો કરવામાં આવ્યા હતા.                                                 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Embed widget