(Source: ECI/ABP News/ABP Majha)
Income Tax Raid Update: Dolo - 650 દવા બનાવતી કંપની પર ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા, કોરોનાકાળમાં વેચી અધધ ટેબલેટ
IT Raid News: કોરોના મહામારીએ દસ્તક આપી છે ત્યારથી કંપનીએ 350 કરોડ ડોલો-650 ટેબલેટ વેચી છે. કંપનીએ 400 કરોડ રૂપિયાની આવક મેળવી છે. ડોલો-650 એ વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
Income Tax Raid: આવકવેરા વિભાગે ડોલો-650 દવાનું ઉત્પાદન કરતી કંપની માઇક્રો લેબ્સ લિમિટેડની બેંગલુરુ ઓફિસ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, ઈન્કમ ટેક્સના લગભગ 20 અધિકારીઓએ આ દરોડા પાડ્યા છે. માનવામાં આવે છે કે આ દરોડા ટેક્સ ચોરીના મામલામાં પાડવામાં આવી રહ્યા છે.
કઈ કઈ જગ્યાએ પાડ્યા દરોડા
આવકવેરા વિભાગે રેસકોર્સ રોડ સ્થિત હેસેડ માઈક્રો લેબ્સ, બેંગ્લોરની ઓફિસ પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 200 આવકવેરા અધિકારીઓ દ્વારા માઈક્રો લેબ્સ (માઈક્રો લેબ્સ લિમિટેડ)ના દેશમાં 40 સ્થાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં નવી દિલ્હી, સિક્કિમ, પંજાબ, તમિલનાડુ અને ગોવાનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, માઈક્રો લેબ્સના સીએમડી દિલીપ સુરાના અને ડાયરેક્ટર આનંદ સુરાનાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન, ટેક્સ અધિકારીઓ દ્વારા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
કોરોનામાં 350 કરોડ ડોલો ટેબલેટનું વેચાણ
કોરોના મહામારી દરમિયાન આ રોગની સારવાર માટે ડોલો-650ની જબરદસ્ત માંગ જોવા મળી હતી. જ્યારથી કોરોના મહામારીએ દસ્તક આપી છે ત્યારથી કંપનીએ 350 કરોડ ડોલો-650 ટેબલેટ વેચી છે. કંપનીએ 400 કરોડ રૂપિયાની આવક મેળવી છે. ડોલો-650 એ વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા.
આ પણ વાંચોઃ
Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા નદી-નાળા, ક્યાંક તણાઈ બાઇક, જુઓ તસવીરો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર