5.83 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું, 31 જુલાઈ છે અંતિમ તારીખ
ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમારે આવતી કાલ સુધીમાં આ કામ કરી લેવું જોઈએ.
Income Tax Return: ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે. જો તમે હજુ સુધી રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમારે આવતી કાલ સુધીમાં આ કામ કરી લેવું જોઈએ. 1 ઓગસ્ટથી રિટર્ન ફાઈલ કરવા માટે તમારે પેનલ્ટી ભરવી પડશે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીમાં 5.83 કરોડ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષના રેકોર્ડને વટાવી ગયો છે.
📢 Kind Attention 📢
Here are some statistics of the Income Tax Returns filed.
5.83 crore #ITRs have been filed till 1 pm today (30th July) crossing the number of ITRs filed till 31st July, last year.
We have witnessed more than 46 lakh successful logins till 1 pm today and… — Income Tax India (@IncomeTaxIndia) July 30, 2023
કોઈપણ વ્યક્તિ કે જેણે હજુ સુધી તેના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી, તેણે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે 30 જુલાઈ 2023ના રોજ બપોરે 1 વાગ્યા સુધી 5.83 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા છે. આ આંકડો ગયા વર્ષે 31 જુલાઈ સુધી ફાઈલ કરાયેલા આઈટીઆરની સંખ્યાને પાર કરી ગયો છે.
1.78 કરોડથી વધુ ઈ-ફાઈલિંગ થયું
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આજે બપોરે 1 વાગ્યા સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર 46 લાખથી વધુ સફળ લોગીન જોવામાં આવ્યા છે. જ્યારે શનિવારે 1.78 કરોડથી વધુ સફળ ઈ-ફાઈલિંગ લોગીન થયા હતા. આ સિવાય વિભાગે જણાવ્યું કે છેલ્લા 1 કલાકમાં 3.04 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા છે.
આ રીતે ITR ફાઇલ કરો
- સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે.
- હવે PAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં લોગિન કરો. જો તમારી પાસે એકાઉન્ટ નથી, તો તમારે "રજિસ્ટર" પર ક્લિક કરવું પડશે.
- આ પછી, તમારે મૂલ્યાંકન વર્ષ પસંદ કરવાનું રહેશે જેના માટે તમારે રિટર્ન ફાઇલ કરવાનું છે.
- હવે ITR ફોર્મ પસંદ કરો. આ ફોર્મ તમારી આવક અને તેના સ્ત્રોત પર આધાર રાખે છે.
- આ પછી તમારે ITR ફોર્મ ભરવાનું રહેશે. તમે મેન્યુઅલી પણ રિટર્ન ફાઇલ કરી શકો છો.
- તમારા કરની ગણતરી કરો અને તેની માહિતી દાખલ કરો.
- જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો છો, ત્યારે તમારે તેની ચકાસણી પણ કરવી જોઈએ.
- રિટર્નની ચકાસણી કર્યા પછી, તમે તેને સબમિટ કરી શકો છો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial